GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જેતપર ગામે ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું 

MORBI:મોરબીના જેતપર ગામે ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું

 

 

મોરબીના જેતપર ગામે ગ્રામસભા નું આયોજન કરાયું જેમા સંરપંચ , ઉપસરપંચ , તલાટી મંત્રી સાહેબ તથા બહોળી ગ્રામજનો ની ઉપસ્થિતીમાં અનેક મુદાઓ વિસે ચર્ચા વિચારણા થઈ હતી જેવા કે રોડ રસ્તા અવર લોડ વાહનો અને ખુલ્લા ટ્રકોમા તાડપત્રી બાંધવી , ગટરનાં , સીસીટીવી કેમેરા લગાવવા ફેરીયા તથા ભિક્ષુક ને પંચાયત તરફથી ઓળખ કાર્ડ આપવું ‘ વગેરે જેવા મુદાઓ વિશે ચર્ચા કરી હતી. અને ખાસ કરીને દારૂબંધી વિશે પણ ચર્ચા કરવા માં આવી હતી . અને દારૂબંધી મુદા ની રજૂઆત હર્ષદભાઈ અધારા અને હિતેશ ભાઈ અધારા એ કરી હતી. કે ગામ ની હદ અંદર ખુલ્લે આમ દારૂનું વેચાણ થાય છે. તેને સદતર બંધ કરવું . ત્યારે ગ્રામજનો ની હાજરી માં સરપંચ શ્રી એ તાલુકા પોલીસ માં ફોન પણ કરેલ તેમાથી સંતુષ્ટ જવાબ નહી મળતા તેમના થી ઉચ્ચ અધિકારી ને પણ ફોન કરેલ . હવે તે જોવાનું રહ્યું કે દારૂ બાબતે દારૂબંધી ના કેટલા પગલા ભરાય છે.

Back to top button
error: Content is protected !!