GUJARATHALOLPANCHMAHAL
હાલોલની શારદા વિદ્યા મંદિર શાળામાં ૭૯માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૮.૨૦૨૫
હાલોલના ગોધરા રોડ સ્થિત શારદા વિદ્યા મંદિર શાળામાં આજે ૭૯માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી, ત્યારબાદ શાળાના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ અગ્રવાલ તથા ચતુર્ભુજ પરીખ ના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ દિવસ દરેક ભારતીય માટે ગૌરવ અને સન્માનનું પ્રતીક છે, તે આપણને આપણા દેશના બલિદાન, સંઘર્ષ અને એકતાની યાદ અપાવે છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. વંદે માતરમ, મેરા દેશ મેરી પહેચાન, વીરો કા બલિદાન યાદ રખે કા હિન્દુસ્તાન જેવા વિવિધ પ્રકારના નારાઓથી શાળાનું પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું. અંતે રાષ્ટ્રગીત અને દેશભક્તિની પ્રબળ લાગણી સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.








