DEDIAPADAGUJARATNARMADA

દેડિયાપાડા નવાગામ પ્રાથમિક શાળાના મેદાનમાં ઉલ્લાસભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ

દેડિયાપાડા નવાગામ પ્રાથમિક શાળાના મેદાનમાં ઉલ્લાસભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ

તાહિર મેમણ- ડેડીયાપાડા 15/08/2025 – આઝાદીના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગસ્ટ દેડિયાપાડા તાલુકા કક્ષાની ઉજવણી દેડિયાપાડા પ્રાંત અધિકારી જુહી પાંડેના અધ્યક્ષતામા નવાગામ પ્રાથમિક શાળાના મેદાનમાં ઉલ્લાસભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

 

પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડેના હસ્તે સામાન્ય વહિવટ વિભાગ (આયોજન), ગાંધીનગર રાષ્ટ્રીય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી નિમિત્તે તાલુકાના વિકાસના કામો અર્થે રૂ ૫ લાખનો ચેક અર્પણ કરાયો. આ ઉજવણી દરમિયાન દેડિયાપાડા તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. કાર્યક્રમ બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 

આ ઉજવણીમાં તાલુકા લેવલના અધિકારીઓ-કર્મચારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ-સરપંચઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!