BANASKANTHAGUJARAT

પીએમશ્રી થરા અનુપમ પે. કેન્દ્ર શાળા નં.-૨ માં ૭૯ માં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરાઈ..

*થરેચા બાબુભાઈ એસ. પ્રજાપતિને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો..*

પીએમશ્રી થરા અનુપમ પે. કેન્દ્ર શાળા નં.-૨ માં ૭૯ માં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરાઈ..
—————————————-
*થરેચા બાબુભાઈ એસ. પ્રજાપતિને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો..*
—————————————-
સમગ્ર દેશમાં ૭૯ માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ પીએમશ્રી અનુપમ પે.કેન્દ્ર શાળા નં.-૨ માં થરા સ્ટેટ માજીરાજવી એવમ થરા નગર પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહજી વાઘેલાના વરદ હસ્તે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો.શુક્રવારની વહેલી સવારે શાળાએથી ત્રિરંગાયાત્રા નીકળી “જય જવાન જય કિસાન”, “ઈન્કલાબ જિંદાંબાદ”, “ગલી ગલી મેં નારા હૈ હિન્દુસ્તાન હમારા હૈ”, “ગાંધીબાપુ અમર રહો” ના નારા સાથે થરા નગરમાં પ્રભાત ફેરી શાળા એ આવી હતી વંદે માતરમ ગીત બાદ સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા ના હસ્તે ઉત્સાહી આચાર્ય ઝાલા બિન્દેશ્વરીદેવી ચંદ્રસિંહજી,થરા શહેર ભાજપ પ્રમુખ દિનેશજી ઘાંઘોસ,પૂર્વ પ્રમુખ ભુપેન્દ્રસિંહ પરમાર,મહામંત્રી રાધેવેન્દ્ર જોષી, અલ્પેશભાઈ શાહ, કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા,ભૂપતજી ગોહિલ, અમરતભાઈ દેસાઈ, હિતેશભાઈ મોચીની ઉપસ્થિતિ માં ત્રિરંગો ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.આજે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં પૃથ્વીરાજસિંહ વાઘેલાએ સ્વતંત્રતા દિવસની ૭૯ માં વર્ષગાંઠ નિમિતે દરેકને અભિનંદન પાઠવી શિક્ષણ વિભાગ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર વર્ષ ૨૦૨૫-૨૬ થરેચા બાબુભાઈ સગરામભાઈ (પ્રજાપતિ)ને પૃથ્વીરાજસિંહ વાઘેલાના વરદ હસ્તે પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે એસ.એમ.સી.ના સભ્યો સહિત વાલીગણ ઉપસ્થિત રહેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાગજીભાઈ ઠાકોરે જયારે આભાર વિધિ સેમાભાઈ ચૌધરી એ કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!