
નરેશપરમાર.કરજણ –
ભરૂચ મકતમપુરની યુનિવર્સલ સ્કૂલની અનોખી પહેલ..
79 સ્વાતંત્ર પર્વને લઈ શાળાની ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનીઓ શ્રેષ્ઠ પર્સન્ટાઇલ લાવતા તેમના હસ્તે કરાયું ધ્વજવંદન.. વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન માટેની અનોખી પહેલ..
ધોરણ 12માં જ્હાનવી મકવાણા 96.83 પર્સન્ટાઇલ તો ઇંગ્લીશ મીડીયામાં ખુશ્બુ ખુર્શીદ અહમદ ખાન પણ 78.13 પર્સન્ટાઇલ લાવતા બંને વિદ્યાર્થીનીના હસ્તે ધ્વજ વંદન કરાયું.ભરૂચ મકતમપુરની યુનિવર્સલ એક્સપરિમેન્ટલ સ્કૂલમાં મેનેજમેન્ટ દ્વારા બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન પૂરું પાડવા માટે સ્વાતંત્ર પર્વ એ શાળામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં સારા પર્સન્ટાઇલ લાવ્યા હશે તેવા વિદ્યાર્થીઓના હસ્તે ધ્વજ વંદનની અનોખી પહેલ કરતા પ્રથમ 2 વિદ્યાર્થીનીઓનીઓના હસ્તે 79 માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદન કરાયું હતું ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક શાળાઓમાં પણ 79 માં સ્વતંત્ર પર્વની આન બાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જેના પગલે મકતમપુર યુનિવર્સલ એક્સપેરિમેટલ તથા ઇંગ્લિશ મીડીયમ લિટલ શાળાના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાતંત્ર પર્વને લઈ પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રભાતફેરી મકતમપુર પાટિયાથી નીકળી તુલસીધામ થઈ સ્કૂલ સંકુલમાં સંપન્ન થઈ હતી ભરૂચની મકતમપુર વિસ્તારની યુનિવર્સલ એક્સપરિમેન્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને શિક્ષણ જગતમાં આગળ વધે તેવા પ્રયાસો સાથે એક અનોખી પહેલ કરી સ્વાતંત્ર્ય પર્વ જે પણ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ ધોરણ 10 કે બોર્ડમાં શાળા પર્સન્ટાઈલ મેળવ્યા હશે તેમના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે તેવા નિર્ણય સાથે વર્ષ 2024-25માં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ધોરણ 12માં જહાન્વી દિનેશભાઈ મકવાણા 96.83 પર્સન્ટાઈલ લાવ્યા હોય અને ઇંગ્લીશ મીડીયમમાં પણ ખુશ્બુ ખુર્શીદ અહમદ ખાન 78.13 પર્સન્ટાઈલ લાવતા બંને વિદ્યાર્થીનીના હસ્તે સ્વાતંત્ર્ય પર્વને લઈ ધ્વજ વંદન કરાયું હતું
79 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળાના શિક્ષકો તથા શાળાના પ્રિન્સિપાલ મુસ્તાક હુસેન મલેક કિરીટ પટેલ તથા ઇંગ્લીશ મીડીયમના ફરજાનાબેન સુરતી તેમજ શાળાના મેનેજમેન્ટ ઉપસ્થિત રહી સ્વાતંત્ર પર્વને સફળ બનાવ્યો હતો અને બાળકોએ પણ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી




