વિજાપુર ફુદેડા ગામે રોડ સાઈડ માં ઘર આગળ ખાટલો ઢાળવા જતા યુવકને અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતાં મોત
અકસ્માત કરી મોત નિપજાવી નાસી જનાર કાર ચાલક સામે ફરીયાદ નોંધાઈ કાર ચાલક ને ઝડપી પાડવા પરીવાર જનો ની માંગ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ફુદેડા ગામે શુક્રવાર ની રાત્રિએ કોઈ અજાણ્યા કાર નો ચાલક ઝડપી ગફલત ભરી ડ્રાયવીંગ ના કારણે એક કૂતરો અને એક યુવકને હડફેટે લઈ મોત નિપજાવી નાસી છૂટતા મૃતક ના પરિવારે ન્યાય ની માંગ કરી અકસ્માત કરી નાસી જનાર કાર ચાલક ને ઝડપી પાડવા માંગ કરી છે.આ અંગે ની મળતી માહિતી મુજબ ફુદેડા ગામમાં ગઈકાલે રાત્રે અંદાજે ૧૦:૪૦થી ૧૧ વાગ્યાની આસપાસ રોડ નજીક આવેલ ઘર આગળ સૂવા માટે ખાટલો ઢાળી રહ્યા હતા.તે સમયે એક સફેદ આઈ-૧૦ કાર ફુલ સ્પીડમાં આવીને પ્રકાશભાઈ કાંતિ ભાઈ સેનમા નામના યુવકને ટક્કર મારી માથાના ભાગે શરીર ના ભાગો માં ગંભીર ઈજાઓ કરી કાર ચાલક નાસી છૂટયો હતો. સાથોસાથ નજીક માં ઉભેલા કૂતરા ને પણ ટક્કર મારી મોત નિપજાવી કાર ચાલક નાસી છૂટયો હતો.જ્યારે હિટ એન્ડ રન અકસ્માત ની ઘટનાની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસ સ્થળ ઉપર આવી પોહચી હતી. જ્યાં પ્રકાશ ભાઈ ને સીવીલ હોસ્પિટલ ખાતે રાત્રી ના લઈ જવાયા હતા સ્થળ ઉપર ના ડોકટરે તેમને મરણ જાહેર કરતા પરિવારમાં આઘાત અને શોકનું વાતાવરણ ફેલાયું છે. પરિવારજનો અને ગ્રામજનો દ્વારા અકસ્માત કરી નાસી જનાર વિરુદ્ધ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને કાર ચાલક ને પકડી લાવવા માંગ કરી રહ્યા છે આરોપીને તાત્કાલિક પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે. જો આજે આરોપીને પકડવામાં ન આવે તો ફુદેડા ગામમાં ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉરચારી છે. મૃતક પ્રકાશ ભાઈ ના તાજેતર માં જ લગ્ન થયા છે.