MORBI મોરબી મહારાણી શ્રી નંદકુવરબા આશ્રય ગૃહ ખાતે 79 માં સ્વાતંત્ર દિનની શાનદાર ઉજવણી.

MORBI મોરબી મહારાણી શ્રી નંદકુવરબા આશ્રય ગૃહ ખાતે 79 માં સ્વાતંત્ર દિનની શાનદાર ઉજવણી.
શહેરી ઘરવિહોણા અને નિરાધાર લોકો માટે દિન દયાલ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા મહારાણી શ્રી નંદકુવરબા આશ્રય ગૃહ નું સંચાલન કરવા મા આવે છે. આશ્રય ગૃહ ખાતે દરેક તહેવારો અને પર્વની ઉજવણી ખાસ કરવામાં આવે છે જેથી લાભાર્થીઓને પારિવારિક માહોલ અને પરંપરાગત સાંસ્કૃતિક અને રાષ્ટ્ર પ્રેમ ની ભાવનાઓ વધુ મજબૂત બને , સમાજ અને રાષ્ટ્ર ના વિકાસ મા નોંધપાત્ર યોગદાન આપી શકે .આજે સમગ્ર દેશમાં 79 માં સ્વાતંત્ર પર્વની ઉજવણીઓ થઈ રહી છે , ત્યારે આશ્રય ગૃહ ખાતે આશરે ગૃહના સંચાલકો, લાભાર્થીઓ તથા મહાનગર પાલિકા ના સ્થાનિક સફાઈ વિભાગના પ્રતિનિધિઓ સહિત 70 થી પણ વધુ લોકો આ શાનદાર કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને આશ્રય ગૃહનું સંકુલ વંદે માતરમ ના નારા સાથે ગુંજી. ઉઠયું હતું રાષ્ટ્ર પ્રેમની ભાવના પ્રત્યેક સહભાગીમાં સ્પષ્ટ જોવા મળતી હતી.આ તકે આશ્રય ગૃહ સંચાલક સંસ્થા પ્રતિનિધિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રામાણિકતાપૂર્વક અને નિષ્ઠાથી કરવામાં આવેલું કર્તવ્ય પાલન એ પણ રાષ્ટ્ર ભક્તિ જ છે , આ તકે દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર સ્વાતંત્ર વીરોને સન્માન પૂર્વક યાદ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રગીત ના સમૂહ ગાન બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો..
				







