વિજાપુર વિસનગર ભાવસોર મોતીપુરા રોડ ઉપર બમ્પ મૂકવા સોસાયટી ના રહીશો અને વેપારીઓ ની માંગ
અકસ્માત ની ઘટના નિવારવા બમ્પ ની જરૂરીયાત
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વિસનગર ભાવસોર મોતીપુરા રોડ ઉપર આસપાસ ઘણી સોસાયટીઓ શાળાઓ પણ આવેલી છે.સોસાયટી ના લોકોની પણ અવર જવર અને શાળા માં કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ લઈને બાઈક એક્ટિવા લઇને પણ જતા આવતા હોય છે તો આ રોડ ઉપર મોટા વાહનો ની અવર જવર નો પણ ઘસારો વધુ રહેતો હોય છે. મોટા વાહનો ના ઘસારા ના કારણે સામે છેડે જવા આવવા માટે રોડ ઉપર બમ્પ નહિ હોવાને કારણે રહીશો અને વિદ્યાર્થીઓ ને મુશ્કેલીઓ પણ પડે છે. કેટલીક વખત અકસ્માત થતા થતા રહી ગયા છે. તો તંત્ર દ્વારા રોડ ઉપર બમ્પ મૂકવા મા આવે તેવી સ્થાનીક લોકો મા માંગ ઉઠી છે. જોકે સરકાર દ્વારા વિસનગર થી વિજાપુર ફોર લાઈન રોડ બનાવવાનુ નક્કી થયું છે જેનું કામકાજ હજુ ચાલુ થયું નથી ત્યારે ભાવસોર મોતીપુરા નજીક ના ગામો અને આસપાસ ની સોસાયટી વિસ્તારો ના રહીશો ના અવર જવર અને શાળા માં જતા બાળકો વિદ્યાર્થીઓ ની એક્ટિવા સાયકલ વગેરે સાધનો લઈ ને જતા આવતા હોવાથી આ રોડ ઉપર બમ્પ તેમજ ટ્રાફિક ને સલામતી માટે મૂકવા મા આવતા ચિન્હો તેમજ રોડ ઓળંગવા માટે રોડ ક્રોસ ની ના ચિન્હો મૂકી રોડ ઉપર સલામતી માટે બમ્પ મૂકવાની સ્થાનીક રહીશો એ માંગ કરી છે.