GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ: માતૃશ્રીની ૨૪મી પુણ્યતિથિએ પાંડે પરિવાર દ્વારા રૂપિયા ૧૬ લાખની જીવન રક્ષક દવાઓની ભેટ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પાંડે પરિવાર દ્વારા સતત ૧૬ વર્ષથી કરવામાં આવી રહેલ “સેવા યજ્ઞ” ને બિરદાવતા સાંસદ શ્રી ધવલ પટેલ
——————————————

વલસાડ: લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પાંડે પરિવાર દ્વારા એમની માતૃશ્રીની ૨૪મી પુણ્યતિથિ નિમિત્તે વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે આયોજિત “સેવા યજ્ઞ” કાર્યક્રમમાં જરૂરી જીવન રક્ષક દવાઓ સહિત વિવિધ પ્રકારની જથ્થાબંધ ગ્લુકોઝ બોટલોનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.વલસાડ ના પાંડે પરિવાર દ્વારા એમના સ્વર્ગસ્થ માતૃશ્રી મીનાબેન કૈલાસના પાંડે ની ૨૪મી પુણ્યતિથિ નિમિત્તે એમના સ્વર્ગસ્થ પિતા શ્રી કૈલાશનાથ અમરનાથ પાંડે દ્વારા શરૂ કરવામાં આવેલ “સેવા યજ્ઞ” કાર્યક્રમને અવિરત ચાલુ રાખી સતત ૧૬ માં વર્ષે વલસાડ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલ ખાતે લોકસભા ના દંડક,વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં બજાર કિંમતની અંદાજિત ૧૬ લાખ રૂપિયાની વિવિધ પ્રકારની જીવન રક્ષક દવાઓ સહિત ૫૧૦૦ થી વધુ વિવિધ પ્રકારની ગ્લુકોઝ બોટલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું,

પાંડે પરિવારના દિવ્યેશભાઈ પાંડે દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું,  પ્રજ્ઞેશભાઈ પાંડેએ એમના પરિવાર દ્વારા સતત ૧૬ વર્ષથી કરવામાં આવી રહેલ સેવા યજ્ઞની વિગતવાર માહિતીઓ આપી હતી, વલસાડ નગરપાલિકા હોસ્પિટલના ડો.રોહનભાઈ પટેલે પાંડે પરિવાર દ્વારા કરવામાં આવેલ નિઃશુલ્ક દવા વિતરણ કાર્યક્રમમાં આપવામાં આવેલ વિવિધ જીવન રક્ષક દવાઓ, વિવિધ પ્રકારની ગ્લુકોઝ બોટલો અંગે વિગતવાર માહિતીઓ આપી હતી.

લોકસભા ના દંડક,વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે પાંડે પરિવાર દ્વારા સતત ૧૬ વર્ષથી કરવામાં આવી રહેલ સેવા યજ્ઞરૂપી નિઃશુલ્ક દવા વિતરણ કાર્યક્રમ ને બિરદાવતા જણાવ્યું હતું કે, લોકોના સુખમાં સાથ આપવા કરતા લોકોના દુઃખમાં સાથ આપનાર વ્યક્તિ નું મહત્વ સૌથી વિશેષ હોય છે, એજ પ્રકારે પાંડે પરિવાર આરોગ્ય લક્ષી જરૂરિયાતમંદ લોકોને દુઃખના સમયે સાથે ઉભા રહી જથ્થાબંધ જીવનરક્ષક દવાઓ,અને વિવિધ ગ્લુકોઝ બોટલોનું વિતરણ કરી એમના દુઃખમાં સહભાગી થઈ સેવાકાર્યો કરી રહ્યું છે,સાંસદ ધવલભાઈ પટેલે પાંડે પરિવાર ના સેવા યજ્ઞ માટે શુભકામનાઓ પાઠવી હતી. પ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય પ્રફુલભાઈ શુક્લએ જણાવ્યું હતું કે પાંડે પરિવાર દ્વારા સેવાની ધૂણી ધખાવી રાખવામાં આવી છે અને સમાજના તમામ યજ્ઞ કરતા આવા સેવા યજ્ઞ ઉત્તમ હોવાનું એમણે જણાવ્યું હતું. વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હેમંતભાઈ કંસારાએ પાંડે પરિવાર દ્વારા છેલ્લા ૧૬વર્ષથી કરવામાં આવી રહેલ આરોગ્ય લક્ષી આ સેવા યજ્ઞને બિરદાવી પાંડે પરિવારના મોભી સ્વ. અમરનાથ પાંડેજી, સ્વ. કૈલાશનાથ પાંડેજી દ્વારા કરવામાં આવેલ સેવા કાર્યોને પણ યાદ કર્યા હતા, અને સતત ત્રણ પેઢીથી પાંડે પરિવાર દ્વારા કરવામાં આવી રહેલ સમાજ સેવા, લોકસેવાના કાર્યોને બિરદાવી આવનાર વર્ષોમાં પણ આવા સેવા કાર્યો માટે શુભકામનાઓ પાઠવી હતી.

ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ,વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પાંડે પરિવાર દ્વારા કરવામાં આવી રહેલ “સેવા યજ્ઞ” ને બિરદાવી,પાંડે પરિવાર ની સેવાકીય પ્રવૃત્તિ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું.આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ પટેલ,વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ,ભારત સરકાર ફિશરીશ વિભાગના સભ્ય રાજેશભાઇ ભાનુશાલી,પારડી સાંઢપોર ના સરપંચ ધર્મેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ,વલસાડ શહેર પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત,વલસાડ નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ,કારોબારી અધ્યક્ષ આશિષભાઈ દેસાઈ,ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા,ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન ઉર્વશીબેન પટેલ, સહિત પાંડે પરિવારના પરિજનો,સામાજિક આગેવાનો,એમ.આર.મિત્રો, મોટી સંખ્યામાં લોકો,હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો, કાર્યક્રમનું સફળ સંચાલન પાંડે પરિવારની પુત્રવધુ અને શિક્ષિકા મેઘાબેન પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું,કાર્યક્રમની આભાર વિધિ પાંડે પરિવારની પુત્રવધુ અને પત્રકાર અરુણાબેન પાંડે દ્વારા કરવામાં આવી હતી..

Back to top button
error: Content is protected !!