79 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જૈનાચાર્ય આનંદ ઘનસૂરિ વિદ્યાલય માં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી

અહેવાલ:- પ્રતિક ભોઈ
79 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જૈનાચાર્ય આનંદ ઘનસૂરિ વિદ્યાલય માં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી શ્રી સોસાયટી નગર વિકાસ મંડળના પ્રમુખશ્રી સી સી શેઠ ની પ્રેરણાથી તેમજ આચાર્યશ્રી દિનેશભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં સમારંભ અધ્યક્ષ શ્રી પંકજભાઈ શાહ તેમજ ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ મંત્રી શ્રી મધુસુદનભાઈ ખમાર સ્કાઉટ ચિફ શ્રી અતુલભાઇ દીક્ષિત શ્રી બકુલેશભાઈ શાહ મહેન્દ્રભાઈ સુથાર એ પી દોશી મંડળ કારોબારીના સદસ્યો ની હાજરીમાં ધ્વજ વંદન કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રજાપતિ સોનલ ખેંગારભાઈ ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિદ્યાર્થીની સુંદર વક્તવ્ય આપ્યું હતું માધ્યમિક વિભાગની દીકરીઓએ સુંદર મજાનું શોર્ય ગીત રજૂ કર્યું હતું પ્રાથમિક વિભાગની દીકરીઓએ દેશભક્તિ ગીત રજૂ કર્યું હતું તેમજ સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ પિરામિડ અને સુંદર પરેડ કરી હતી અને વિદ્યાર્થીઓને દેશભક્તિ સ્વતંત્રતાનું મહત્વ સમજાવ્યું હતું સમગ્ર કાર્યક્રમ ની સફળતામાં શાળા ના તમામ વિભાગના શિક્ષકમિત્રો વહીવટી સ્ટાફ તથા સેવક મિત્રો નો નોંધપાત્ર ફાળો રહ્યો.


