NATIONAL

સ્વતંત્રતાના પર્વની ઉજવણીમાં દેશભરના સી.આઈ.એસ.એફ.ના ૩૨ જવાનોને વિશિષ્ટ સેવાઓ બદલ અપાયું રાષ્ટ્રપતિ પોલીસ મેડલ

સી.આઈ.એસ.એફ.ની પોલીસ અને ફાયર સેવાઓમાં વિશિષ્ટ, પ્રસંશનીય અને સરાહનીય કામગીરી બદલ અપાયા મેડલ
——————————————————
“ઓપરેશન સિંદૂર” દરમ્યાન રાજકોટ એરપોર્ટની સુરક્ષામાં યોગદાન આપનાર ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ સિરસવાને ડી.જી. પ્રશસ્તિ પુરસ્કારથી સન્માનિત કરાયા
———————————————————–
દેશભરના લોકોનો સૌથી પ્રિય તહેવાર એટલે સ્વતંત્રતા દિવસ આ પર્વ ફક્ત આઝાદીની ઉજવણી જ નહિ પરંતુ દેશ માટે અનન્ય યોગદાન આપતા અને ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે પોતાનું ઉતમ ફાળો આપનારા વીર સપુતોને સન્માનિત કરવાનો પર્વ પણ છે. ભારતના દિલ્હી સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન જેવી સરકારી ઈમારતો, મેટ્રો રેલ, એરપોર્ટ, ખાણો અને ઓદ્યોગિક સંસ્થાઓને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ રક્ષણ પૂરું પાડે છે. જેમાં સ્વતંત્રતા દિવસ પર  સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સના પોલીસ અને ફાયર વગેરે સેવાઓમાં ૩૨ જવાનોની વિશિષ્ટ, પ્રશંસનીય અને સરાહનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ મેડલ પ્રદાન કરવામાં આવ્યું.

ભારતના સ્વર્ગ સમાન કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” અભિયાન શરૂ કર્યું હતું. જેમાં દેશની સુરક્ષા માટે ભારતની આર્મી, નેવી અને એરફોર્સ નિરંતર તૈનાત હતી. યુદ્ધની પરિસ્થિતિ હોય કે શાંતિકાળ દેશની આંતરિક સુરક્ષા માટે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ હંમેશા કાર્યરત છે. આવી જ આંતરિક સુરક્ષા માટે “ઓપરેશન સિંદૂર” દરમ્યાન ભારતભરના એરપોર્ટની નિરંતર સુરક્ષા માટે વિશિષ્ટ યોગદાન આપતાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સના ૨૪ જવાનોને સ્વતંત્રતા પર્વ પર  ડાયરેક્ટર જનરલ પ્રશસ્તિ પુરસ્કારથી સન્માનિત કરાયા. યુદ્ધની પરિસ્થિતિમાં એરપોર્ટની સુરક્ષા ખુબ જ મહત્વની હોય છે તો રાજકોટ કે જે સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર છે અને ભૌગોલિક રીતે પાકિસ્તાનથી નજીક પણ છે.

“ઓપરેશન સિંદૂર” દરમિયાન રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ સિરસવાના સક્ષમ નેતૃત્વ હેઠળ એરપોર્ટના તમામ સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા, ઉત્કૃષ્ટતા અને અસાધારણ માપદંડો સ્થાપિત કરવા દિલ્હી સ્થિત ગૃહ મંત્રાલય હેઠળ સી.આઈ.એસ.એફ.ના ડાયરેક્ટર જનરલ ઓફીસ (એરપોર્ટ સેકટર) તરફથી તેઓને સ્વતંત્રતા પર્વ પર ડાયરેક્ટર જનરલ પ્રશસ્તિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ભારતના જમ્મુ, જોધપુર, અમૃતસર, ગ્વાલિયર, શ્રીનગર સહિત રાજકોટ અને ભુજ એરપોર્ટ મળીને CISFના 24 જવાનોને ડાયરેક્ટર જનરલ પ્રશસ્તિ પુરસ્કાર મળ્યો છે. જેમાં ગુજરાતના રાજકોટ અને ભુજના CISFના કુલ બે જવાનોને ડી.જી. પ્રશસ્તિ પુરસ્કાર પ્રાપ્ત થયો.

Back to top button
error: Content is protected !!