કાલોલ તાલુકાના ડેરોલ ગામે વર્ષો થી ભરાતો જન્માષ્ટમી એટલે ગોકળ આઠમ નો મેળો પરંપરાગત રીતે યોજાયો.
તારીખ ૧૮/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ ગામ ખાતે વર્ષો થી ભરાતો જન્માષ્ટમી પર્વ નો મેળો આજે જામ્યો હતો કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ એટલે કૃષ્ણ ભગવાન નું પારણું બંધાયું હતું અને તેઓને દર્શન કરવા આવતા ભાવિ ભક્તો દોરી થી પારણું હીંચકો નાખી દર્શન કરી રણછોડ રંગીલા ભગવાન ના દર્શન કરી મેળા માં અનેક નાની મોટી ચીજ વસ્તુઓ ની ખરીદી કરી નાના ભૂલકાંઓ માટે ના રમકડાં અને ઘર ની ચીજ વસ્તુઓ પર ક્ષમતાથી મેળાવડાઓએ ખરીદી કરી હતી આ તહેવાર નાગ પોચમ, રાંધણ છઠ્ઠ, સિતાળા સાતમ અને જન્માષ્ટમી પર્વ એટલે આમ “ગોકુળ આઠમ ” થી જાણીતું છે કાનુડા ની આજે ભક્તિ અને જ્ઞાન સાથે ની અનેક પરંપરાગત વાતો અને પ્રભુ લીલાઓ નવધા ભક્તિનું સ્વરૂપ યાદ આવે છે ડેરોલ ગામ એક લૌકિક વૈદિક કાળથી પૂજાતી ભુમિ હશે જે ખરેખર અહીં વર્ષો થી ભરાતો મેળો આજે પણ પ્રચલિત છે કવિ અને લેખકો એ એમના કવિતાઓ અને પુસ્તકો માં પણ ડેરોલ ગામ નું વર્ણન ઓછે વત્તે અંશે કર્યું છે આ જોતાં પન્નાલાલ પટેલ ની નવલ કથા યાદ અપાવી જાય છે.