GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રીએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

MORBI:મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રીએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી
મોરબી, આજે દિન પ્રતિદિન તાપમાન વધતું જાય છે, પર્યાવરણ પ્રદુષણ વધતું જાય છે,ત્યારે વધુને વધુ વૃક્ષો વવાય એ જરૂરી છે, ત્યારે જેમને હળવદ તાલુકામાં વર્ષો સુધી સીઆરસી કો.ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી સમગ્ર શિક્ષા અભિયાનના તમામ ધ્યેયો સિદ્ધ કરવા માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરેલ છે,હાલ જેઓ પાંડાતીરથ પ્રાથમિક શાળામાં આચાર્ય અને મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રી કરશન ડોડીયાના જન્મ દિવસ નિમિત્તે પંદર જેટલા વૃક્ષો વાવી જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવેલ છે, કરશનભાઈને એમના મિત્ર વર્તુળ તરફથી જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.










