ગુજરાત રાજ્ય ના બનાસકાંઠા જિલ્લામાં બનાસકાંઠા પોલીસ તથા અન્ય વિભાગો દ્વારા 79 માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી
ગુજરાત રાજ્ય કે નાઇન પોલીસ ડોગ સ્કોડ બનાસકાંઠા દ્વારા ડોગ શોનુ નિદર્શન કરવામાં આવ્યું

18 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત રાજ્ય ના બનાસકાંઠા જિલ્લામાં બનાસકાંઠા પોલીસ તથા અન્ય વિભાગો દ્વારા 79 માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી માં દરેક વિભાગો દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું તેમાં ગુજરાત રાજ્ય કે નાઇન પોલીસ ડોગ સ્કોડ બનાસકાંઠા દ્વારા ડોગ શોનુ નિદર્શન કરવામાં આવ્યું , ડોગ શોમાં પોલીસ ડોગ શાખાના શ્રી વિક્રમકુમાર શિવલાલ રાવલ શ્રી રહીમભાઈ લીંબડીયા શ્રી પૃથ્વીરાજસિંહ રાઠોડ શ્રી સંજયભાઈ ચૌધરી શ્રી મનહર દાન ગઢવી શ્રી અશોકભાઈ ચૌધરી તથા ડોગ શાખાના ડોગ ના રસોઈયા શ્રી વિપુલભાઈ ની સહિયારી કાર્યદક્ષતા થી પોલીસ ગ્રાઉન્ડ માં પોલીસ ડોગે પોતાની ગુના પકડવાની શક્તિ તથા ડિસિપ્લિન નું નિદર્શન કરી સૌને ને ડોગ શાખા નું મહત્વ સમજાવ્યું હતું તેમાં પોલીસ ડોગ રોશની , જોય , પેલલઇ , કેમરી, , અને ડોગલ્સ એ પોતાનું નિષ્ઠાપૂર્વક કામનું નિદર્શન કરાવ્યું હતું તેમાં પોલીસ ડોગ રોશની એ જ્યારે મર્ડર થાય ત્યારે એક ભાગી ગયેલા આરોપી ને સ્મેલ થી કેવી રીતે શોધી ને પકડી ને લાવે છે તેનું દિલ ધડક ઓપરેશન કરી બતાવ્યું હતું જેમાં ઓપરેશન માં આરોપી ને સ્મેલ થી શોધી ને પકડી બતાવે છે તેના હેન્ડલર , શ્રી વિક્રમ કુમાર શિવલાલ રાવલ જણાવે છે કે ડોગ્સ ની તાલીમ બહુ અઘરી હોય છે તે તાલીમ દરમિયાન પોલીસ ને ડોગ કેવી રીતે સપોર્ટ કરે તે પોલીસ ડોગસ ને શીખવાડવામાં આવે છે અને પોલીસ ડોગ્સ શાખામાં જોડાય ત્યારે પોતાની નિષ્ઠાથી પોતાની સર્વિસ વફાદારી પૂર્વક પૂરી કરે છે, તાજેતરમાં થયેલ હાઇ પ્રોફાઇલ મર્ડર કેસ જસરા લાખણી માં પોલીસ ડોગ રોશની મહત્વ ની કામગીરી બજાવી સફળ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું , તે રીતે કુષ્કલ પાટીયા મર્ડર કેસ માં 130 થી વધારે શંકાસ્પદ ને ચેક કરી આપ્યા હતા , આવા જ એક હાઈ પ્રોફાઈલ મર્ડર કેસ મા ટોકરીયા ગામના બાળક ના મર્ડર ના સમયે પોલીસ ડોગ રોશની બાળક ના ઘરેથી આરોપી એ બાળક ઉપાડયું હતું ત્યાં સુધી નો ટ્રેક બતાવ્યો હતો , અને સફળ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું , થોડા વર્ષ પહેલા અંબાજીમાં હાઈ પ્રોફાઇલ મર્ડર કેસ વિનય રાવલ ના મર્ડર સમય ડોગ હેન્ડલર શ્રી વિક્રમકુમાર રાવલ અને તેમનો બાહોશ ડોગ ટોમ જે ડોબરમેન જાતિનો નર શ્વાન હતો તેની મદદ થી વિનય રાવલ મર્ડર કેસમાં મહત્વ ના પુરાવા તરીકે ચપ્પલ અને ગાંજાની પડીકી ગાઢ જંગલ માં ઊંડી નદી માં થી શોધી આપી હતી અને વિનય રાવલ મર્ડર કેસ માં મહત્વ ના પુરાવા તરીકે આરોપી ના ચપ્પલ પોલીસ ડોગ ટોમ દ્વારા શોધાયા હતા , શ્રી વિક્રમકુમાર રાવલ જણાવે છે કે બનાસકાંઠા જિલ્લાની પોલીસ અને ડોગ સ્કોડ બંને ની સહિયારી મદદથી અનેક ગુનાઓમાં ઝડપી સફળતા મળેલ છે પોલીસ ડોગ્સ પોતાની ઉત્કૃષ્ટ કામગીરી થી પોલીસ ફોર્સ ને હંમેશા મદદ કરે છે , પોલીસ ડોગ રોશની અને ડોગ હેન્ડલર વિક્રમ કુમાર રાવલ બંનેની જોડી ગુના શોધવામાં તત્પર હોય છે પોલીસ ડોગ રોશની પોતાની સફળતા થી પોતાની ઉચ્ચ લાયકાત સાબિત કરે છે જય ભારત આપણા જિલ્લાના પોલીસ અધિકારીઓના નામ આપની રીતે ઉમેરજો પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અક્ષય રાજ જી ડીવાયએસપી શ્રી બી એમ પરમાર સાહેબ આર.પી.આઇ શ્રી બી કે જોશી સાહેબ આર.એસ.આઇ શ્રી જાડેજા













