સાપુતારા ખાતે ચેઇન સ્ક્રીનીંગ,સુરતના વેપારીની રૂ. 1.08 લાખની કિંમતની સોનાની ચેઇન લઈ બે ફરાર..
MADAN VAISHNAVAugust 18, 2025Last Updated: August 18, 2025
2 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે ચેન સ્નેચિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.જેમાં સુરતના વેપારીની 1.08 લાખનાં કિંમતની સોનાની ચેઇન લઈ બે જણા ફરાર થઈ ગયા હતા.જેને લઇને સુરતના હીરા ઘસવાના વેપારીએ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.સુરત શહેરમાં રહેતા રાજેશભાઈ પોપટભાઈ કથીરીયા (હીરા ઘસવાના વેપારી) જેઓ સાપુતારા ખાતે ફરવા માટે આવ્યા હતા. ત્યારે તેમને બે ભાઈઓ મળેલ હતા.જે બે ભાઈઓ તેમની સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. GJ-32-P-6804 ની ઉપર હતા.આ બે ભાઇઓએ વેપારીને જણાવેલ કે,”અમે સુરતથી આવેલ છે તમે કયાંથી આવેલ છો ત્યારે વેપારીએ જણાવેલ કે, “અમે પણ સુરતથી આવેલ છીએ અને હું હીરા ઘસુ છુ.” જેથી મોટર સાયકલ વાળા ભાઇએ કહેલ કે, “હું પણ હીરા ઘસુ છું.”તેમ વાત કરી વેપારી અને બન્ને વચ્ચે ઓળખાણ થયેલ હતી. જેમાં મોટર સાયકલ ચાલકે તેમનુ નામ જયદીપભાઈ સીતારામભાઇ ગોંડલીયા (રહે.સુરત) તથા પાછળ બેસેલ સાહીલ રફીક મહમદ (રહે.સુરત) હોવાનુ જણાવેલ હતું. અને વેપારીઓ તથા આ બે વ્યક્તિઓ વાતચીત કરતા હતા. ત્યારે વેપારીએ તેઓને જણાવેલ કે,”અમો પરત સુરત જવાના છે.”તેમ જણાવતા જયદીપએ પણ જણાવેલ કે, અમે પણ સુરત જવાના છે. તેમ વાત કરી હથગઢ થી સુરત જવા માટે સાપુતારા ખાતે મોટર સાયકલ લઈને સાથે-સાથે આવેલા અને સાપુતારા ગોળ સર્કલ પાસે બપોરના આશરે સાડા બારેક વાગ્યે આવેલ હતા. અને વેપારી ગોળ સર્કલ થી નીચે સુરત તરફ થોડો ઢાળ ઉતરતા જયદીપે વેપારીની મોટર સાયકલ આગળ તેમની મોટર સાયકલ નં. GJ-32-P-6804 ની ઉભી રાખી દેતા વેપારીએ પણ મોટર સાયકલ ઉભી રાખી દીધેલ હતી. તે વખતે જયદીપ તથા સાહીલ તેમની મોટર સાયકલ ઉપરથી ઉતરી વેપારીની મોટર સાયકલ પાસે આવી જણાવેલ કે, તમારે ટેબલ પોઇન્ટ ઉપર આવવુ છે તેમ કહેતા વેપારીએ તેઓને કહેલ કે,” અમારે સુરત જવા મોડુ થાય છે ટેબલ પોઇન્ટ નથી આવવુ.” તેમ કહેતા જયદીપએ વેપારીએ પોતાના ગળામાં પહેરેલ પહેરેલ સોનાનો ચેઇન ખેંચી બન્ને સાપુતારા ગોળ સર્કલ તરફ ભાગવા લાગેલ હતા.જેથી વેપારી પોતાની મોટર સાયકલ ઉપરથી ઉતરીને “ મારી સોનાનો ચેઇન લઇને ભાગ્યા મારી ચેઇન લઇને ભાગ્યા ” તેવી બુમો પાડીને તેઓ બન્ને પાછળ દોડેલ હતા.જોકે તે બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.જેને લઇને વેપારીએ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.સાપુતારા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..
«
Prev
1
/
95
Next
»
કોંગ્રેસ આગેવાનોએ ભાજપ કાર્યાલયની સામે સત્યમેવ જયતેના નારા લગાવ્યા
૩,૩૮,૨૭,૭૯૦/- નો ફ્રોડ કરનાર ગેંગના ત્રણ સાગરીતોને પકડી પાડતી આણંદ સાયબર ક્રાઇમ પોલીસ
મહિસાગર : કોઠંબા તાલુકા ની સુકા ટીંબા પ્રા શાળા માં આચાર્ય સમય સર ન આવતા શાળા ને તાળા બંધી..
«
Prev
1
/
95
Next
»
MADAN VAISHNAVAugust 18, 2025Last Updated: August 18, 2025