હાલોલમાં હરિપ્રબોધમ્ પ્રાર્થના મંદિરમાં ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીના 72માં પ્રાગટ્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૮.૨૦૨૫
તા.17 ઓગસ્ટ રવિવારે સાંજે 6 વાગ્યે હરિદર્શન પ્રદેશ હાલોલમાં હરિપ્રબોધમ્ પ્રાર્થના મંદિરમાં ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીના 72માં પ્રાગટ્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં હાલોલ શહેર, કંજરી ગામ અને ગ્રામ્ય વિસ્તારના ભક્તો દ્વારા અન્નકૂટ મહોત્સવ અને હરિપ્રબોધમ્ પરિવારની ભવ્ય સભાનું સૌ ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ જેમા ગુરૂહરિ પ્રબોધજીવન સ્વામીજીના ગુણોનું જીવન દર્શન પરમ ભક્તરાજ નગીનભાઈ વાઘેલાએ કરાવ્યુ હતુ સૌ ભક્તોએ પોતાના ઘરેથી અલગ અલગ વાનગી બનાવી લાવીને તથા ડેરોલ ગામના ભક્તરાજ હિરેનભાઈ પટેલ દ્વારા પણ અન્નકૂટની અંદર મીઠાઈ, ડ્રાયફ્રુટ, ફરસાણની વાનગી લાવ્યા બાદ શ્રીઠાકોરજી સમક્ષ સૌ ભક્તોએ અન્નકૂટ ધરાવ્યો હતો સૌ ભક્તોએ અન્નકૂટના દર્શન કરી આરતીનો લાભ લઈ પ્રસાદ ગ્રહણ કરી પોતાના ઘર તરફ આ સ્મૃતિને વાગોળતા વાગોળતા પ્રયાણ કર્યું w. હરિદર્શન પ્રદેશના વડીલ ભગવદી વિનોદભાઈ પટેલ પણ હાજર રહ્યાં હતાં.







