અંબાજીના કોટેશ્વર ખાતે મહાદેવજીના મંદિરમાંથી 18 કિલો ચાંદીના થાળાની ચોરી, પોલીસ ,એફએસએલ અને ડોગ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરાઈ

19 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
અંબાજીના કોટેશ્વર ખાતે મહાદેવજીના મંદિરમાંથી 18 કિલો ચાંદીના થાળાની ચોરી, પોલીસ ,એફએસએલ અને ડોગ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરાઈ યાત્રાધામ અંબાજી ખાતે કોટેશ્વર મહાદેવજીનું મંદિર અતિ પ્રાચીન મંદિર છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અનુસાર ભગવાનની સેવા કરતા તેટલો જ પુણ્ય પ્રાપ્ત કરે છે ત્યારે હાલ શ્રાવણ માસમાં એક શ્રદ્ધાળુએ મહાદેવજીના મંદિરમાં 18 કિલો ચાંદીનો શિવલિંગનો થાળો બનાવી મહાદેવજીને મંદિરમાં અર્પણ કર્યું હતું જે અંદાજે રૂપિયા ૨૨ લાખ ઉપરાંતના ખર્ચથી આ થાળો બનાવવામાં આવ્યો હતો. જ્યારે આજે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે વિશેષ પૂજા અર્ચના કરવાની હોઇ તૈયારીઓ થઈ રહી હતી ત્યારે આગલા દિવસે ગત મોડી રાત્રે અંદાજે 12 થી એક વાગ્યાના સુમારે કેટલાક તસ્કરો આવીને ચાંદીનો થાળો ચોરી ગયા ની ઘટના સામે આવી છે જો કે તસ્કરો જે છે આ શિવલિંગના આગળ લગાવેલો ચાંદીના 18 કિલો ચાંદીનો થાળો નીકળી ગયા હતા જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. જો આ બાબતે અંબાજી પોલીસને ફરિયાદ કરાતા પોલીસ તાકીદે ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ડોગ સ્કોડ સાથે એફએસએલના મદદથી આ તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે અને ગુના અંગે કાયદેસર કાર્યવાહી ક હાથ ધરી છે જોકે આ ઘટના શ્રાવણ મહિનામાં જ બનતા મહાદેવજીના મંદિરમાં 18 કિલો ચાંદીની અંદાજે 22 લાખની કિંમત ની જે ચોરી થઈ છે તેને લઈ શિવ ભક્તોમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી હતી









