
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ મામલતદારની બદલી થતા મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ અને સ્ટાફ દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેત્રંગ મામલતદાર રીતેશભાઇ કોંકણીએ નેત્રંગ તાલુકાના મામલતદાર તરીકે ૦૨ જી નવેમ્બર ૨૦૨૩ ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. તારીખ ૦૮ મી ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ તેઓની નવસારી મામલતદાર તરીકે બદલી થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં તાલુકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.અને તેઓની પ્રજાલક્ષી કામગીરીને બિરદાવી હતી. અને આગળના તેઓના કાર્યકાળ અને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે નાયબ મામલતદાર મહેસુલ શૈલેષ વસાવા, નાયબ મામલતદાર મતદાર યાદી રીંકલ વી.વસાવા સહિત તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



