સાપુતારાના માલેગામમાં લોક વિજ્ઞાન કેંદ્રના સંયોજકો માટે રાજ્ય કક્ષાનો“ઓરિએન્ટેશન પ્રોગ્રામ”યોજાયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*જંગલ શાસ્ત્ર આધારીત બે દિવસીય ઓરીએન્ટેશન કાર્યક્રમ દરમિયાન પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર, આયુર્વેદ હોસ્પિટલ અને આયુર્વેદ ફાર્મસી આહવાની મુલાકાત કરાવવામાં આવી*
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (ગુજકોસ્ટ) ગાંધીનગર પ્રેરીત ‘“પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ડાંગ” દ્વારા ગુજકોસ્ટ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરેક જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સંયોજક અને વિજ્ઞાન પ્રચારકો માટે જંગલ શાસ્ત્ર આધારીત બે દિવસીય ઓરીએન્ટેશન કાર્યક્રમ સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ સાપુતારા ખાતે યોજાયો હતો.
<span;>આ કાર્યક્રમમાં ગુજકોસ્ટ કચેરીના પ્રોગ્રામ ઓફિસર પાવિત શાહ ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમમાં ડો. જિતેન્દ્ર ગવળી (જંગલ શાસ્ત્ર), ડો. ધવલ વરગીયા (પક્ષી), અને વિશાલ ઠાકોર (વન્ય પ્રાણી) દ્વારા વિષય આધારીત પ્રવચનો થકી ઉપસ્થિત સહભાગીઓને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન સહભાગીઓને પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર-ડાંગ, આયુર્વેદ હોસ્પિટલ, અને આયુર્વેદ ફાર્મસી આહવાની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં આયુર્વેદ હોસ્પિટલ, અને આયુર્વેદ ફાર્મસી આહવાના નિયામકશ્રીનો સહકાર મળ્યો હતો. કાર્યક્રમ માં પ. પૂ. પી. પી. સ્વામીજી દ્વારા ઉપસ્થિત સહભાગીઓને ડાંગ જિલ્લામાં રહેતા વનવાસી સમાજ અને તેમની જીવન પધ્ધતિ, રહેણીકરણી વિશે વાતો અને કાર્યક્રમ માટે આશિર્વચન આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
<span;>કાર્યક્રમમાં સહભાગી માટે ભોજન તથા નિવાસ વ્યવસ્થા પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જુનાગઢ જિલ્લાના સંયોજક પ્રતાપ ઓરા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડાયરેક્ટર તથા વૈજ્ઞાનિક સલાહકાર ડો. નરોત્તમ સાહુ, વૈજ્ઞાનિક પ્રોગ્રામ ઓફિસર પાવિત શાહ (ગુજકોસ્ટ), આરોગ્ય અધિકારીશ્રી, આયુર્વેદ હોસ્પિટલ, નિયામકશ્રી, આયુર્વેદ ફાર્મસી, આહવા, પ. પૂ. પી. પી. સ્વામીજી, પ્રયોશા પ્રતિષ્ઠાન, તેમજ રીસોર્સ પર્સન તથા સંયોજકોનો આભાર પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ડાંગ ના સંયોજક રતિલાલ સૂર્યવંશી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આઇ. પી. ઓફિસર સંજય જે. બાગુલ તથા સાથી સહાયક કમલેશ એલ. થવીલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




