GUJARATRAJKOTRAJKOT CITY / TALUKOUPLETA

Rajkot: ભાયાવદરમાં આઇકોનિક રોડ પર એલ.ઈ.ડી.ના માધ્યમથી નમસ્તે યોજનાની શોર્ટ ફિલ્મોનું નિદર્શન કરાયું

તા.૧૯/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની ભાયાવદર નગરપાલિકા દ્વારા શહેરના આઇકોનિક રોડ પર એલ.ઈ.ડી.ના માધ્યમથી નમસ્તે યોજનાની શોર્ટ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય સાથે સંકલન કરીને NAMASTE (National Action for Mechanized Sanitation Ecosystem) યોજના અમલમાં મુકેલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ શહેરી વિસ્તારમાં ગટર અને સેપ્ટીક ટેન્કની જોખમી સફાઈ દરમિયાન સફાઈ કામદારોનું મૃત્યુ ન થાય, તેમની સલામતી, સ્વાસ્થ્ય અને ગૌરવ જાળવવા અને તેમને યોગ્ય આજીવિકા પૂરી પાડવાનો છે.

ત્યારે ભાયાવદર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ ત્રણ વિશિષ્ટ શોર્ટ ફિલ્મોનું નિર્મળ ગુજરાત અંતર્ગત બનાવવામાં આવેલ આઈકોનિક રોડ પર પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેથી, આ યોજનાને વહેલામાં વહેલી તકે સંબંધિત લાભાર્થીઓ સુધી પહોંચાડી શકાય.

Back to top button
error: Content is protected !!