BHARUCHGUJARATJHAGADIYA

રાજપારડી જીએમડીસીનો માર્ગ ભારદ્વારી વાહનોની ક્ષમતાને અનુરૂપ બનાવવો જરૂરી

રાજપારડી જીએમડીસીનો માર્ગ ભારદ્વારી વાહનોની ક્ષમતાને અનુરૂપ બનાવવો જરૂરી

 

માત્ર ગાબડા પુરીને સંતોષ લેવાથી રોડ સુવિધાસભર બને ખરો?

 

વરસાદ હોય ત્યારે કિચ્ચડ અને ઉઘાડ હોય ત્યારે ધુળ ઉડવાની સમસ્યા !

 

ઝઘડિયા તા.૨૦ ઓગસ્ટ ‘૨૫

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો ધોરીમાર્ગ તો બિસ્માર છેજ,પરંતું ગામડાઓને જોડતા અન્ય માર્ગો પણ બિસ્માર બનતા લોકો હાલાકિ અનુભવી રહ્યા છે. બિસ્માર બનેલ રસ્તાઓ પર માત્ર ગાબડા પુરીને તેમજ ડસ્ટ અને પત્થરો નાંખીને ઘણીવાર તંત્ર દ્વારા સંતોષ લેવાતો હોવાથી લોકોને પડતી તકલીફ હલ નથી થતી. રાજપારડી ખાતે વર્ષોથી જીએમડીસી નો લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે. રાજપારડી જીએમડીસી ફાટકથી જીએમડીસી કોલોની થઇને જતો માર્ગ બિસ્માર બનતા જીએમડીસી આધારિત વાહનો તેમજ અન્ય ગ્રામજનો તકલીફમાં મુકાય છે. તંત્ર દ્વારા ઘણીવાર માત્ર ગાબડા પુરીને તેમજ ડસ્ટ નાંખીને સંતોષ લેવામાં આવતો હોય છે,જોકે આનાથી સમસ્યાનો હલ નથી આવતો પરંતું ગાબડા પુનઃ તેની મુળ સ્થિતિમાં આવી જતા હોવા ઉપરાંત દોડતા વાહનોને લઇને ધુળ ઉડવાની સમસ્યા પેદા થાય છે. રાજપારડીનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ રોડ પર આવેલું હોઇ બિસ્માર માર્ગની સમસ્યાથી દવાખાનાનો સ્ટાફ તેમજ દર્દીઓ પણ પરેશાની અનુભવે છે. ઉલ્લેખનીય છેકે જીએમડીસી રોડ પર ઘણા સિલિકા પ્લાન્ટ પણ આવેલા છે,તેથી આ માર્ગ પર જીએમડીસી તેમજ સિલિકા આધારિત વાહનો મોટીસંખ્યામાં દોડતા હોય છે,આ રોડ પર ભારદ્વારી વાહનો મોટીસંખ્યામાં દોડતા હોવાથી રોડ તેના પરથી પસાર થતાં ભારદ્વારી વાહનોની ક્ષમતાને અનુરૂપ બનાવવો જોઇએ,અને તોજ આ માર્ગ સાચા અર્થમાં જન ઉપયોગી બની શકશે. આ માર્ગને સિમેન્ટ કોંક્રીટ વાળો યોગ્ય મટિરિયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે તો કાયમ ઉદભવતી સમસ્યાનો હલ મળી શકે. જોકે અગાઉ આ માર્ગને સિમેન્ટ કોંક્રીટ વાળો બનાવવાની ચર્ચા જોવા મળી હતી.માત્ર ગાબડા પુરીને કે ડસ્ટ નાંખીને માર્ગના સમારકામનો સંતોષ લેવાથી લોકોને કોઇ ફાયદો થશે નહિ,ત્યારે વારંવાર બિસ્માર બનતા આ મહત્વના માર્ગને તેના પર દોડતા વાહનોની સંખ્યા અને લોડિંગને અનુરૂપ બનાવવા તંત્ર દ્વારા તાકીદે ઘટતું આયોજન કરવામાં આવે તે હાલના તબક્કે જરૂરી બન્યું છે.

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!