GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલના જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ગણેશ મહોત્સવ-૨૦૨પની ઉજવણી સંદર્ભે વિવિધ નિર્ણયાત્મક બાબતો જાહેર કરાઈ

વર્ષ ૨૦૨૫ ની ગણેશ મહોત્સવની ઉજવણીની સમયાવધિ પાંચ દિવસની રાખવાનો નિર્ણય જાહેર

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલના જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ગણેશ મહોત્સવ-૨૦૨પની ઉજવણી સંદર્ભે વિવિધ નિર્ણયાત્મક બાબતો જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત સમગ્ર પંચમહાલ જિલ્લામાં દર વર્ષની જેમ ગણેશ મહોત્સવ-૨૦૨પ ની ઉજવણીની સમયાવધિ પાંચ દિવસની રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે. જેમાં ગણપતિજીની મૂર્તિની સ્થાપના તા.૨૭/૦૮/૨૦૨પ ના રોજ કરવામાં આવશે અને ઉત્સવ દરમિયાન પૂજા અર્ચના તેમજ નકકી કરેલ સ્થળોએ વિસર્જન કરવામાં આવશે. જે અન્વયે શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવ ખાતેના મુખ્ય વિસર્જનની તારીખ ૦૧/૦૯/૨૦૨૫ ને સોમવારની નિયત કરાઈ છે.

સમગ્ર ગણેશ મહોત્સવ ૨૦૨૫ ની ઉજવણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પંચમહાલના જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની કચેરી ખાતેથી જરૂરી જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે. જે અંતર્ગત પ્રમુખ બાબતોમાં ગણપતિજીની મૂર્તિનું વિર્સજન કરતી વખતે મૂર્તિ પરના શણગાર વગેરે દૂર કર્યા વિના મૂર્તિને વિસર્જીત કરવા પર, સાર્વજનિક મહોત્સવમાં મૂર્તિઓની ઉચાઈ બેઠક સહિત મહત્તમ ૦૯ (નવ) ફુટ કરતાં વધારે રાખવા પર, મૂર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી ખંડિત મુર્તિઓને બિનવારસી હાલતમાં છોડવા પર, વિસર્જન વેળાએ ગણપતિજીની મૂર્તીઓની ટ્રોલી/ટ્રેક્ટર તેમજ બેઠક સહિતની મહત્તમ ઊંચાઈ જમીનથી ૧૫ ફૂટ કરતા વધારે રાખવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

વધુમાં ગણપતિજીની મુર્તિના આગમન તેમજ વિસર્જન બન્ને સમય વખતે ડી.જે સીસ્ટમમાં દસથી વધુ સ્પીકર રાખવા ઉપર, સાઉન્ડ એનહાન્સર તરીકે ઉપયોગમાં લેવાતા પ્રેસરમીડના વપરાશ ઉપર, લેસરલાઇટના ઉપયોગ પર તેમજ આગમન અને વિસર્જન દરમિયાનના સંપૂર્ણ સમયગાળામાં ડીસ્કો/શાર્પી લાઈટસથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાઓના ફૂટેજ બ્લર(ધૂંધળા) થઈ જતા હોવાથી તેનો મૂળ હેતુ જળવાતો ન હોવાના કારણે તમામ પ્રકારની ડિસ્કો/શાર્પી લાઈટસના વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!