BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
સીસાની ચોરીમાં વધુ બે આરોપી ઝડપાયા:અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબજે, અત્યાર સુધી 10 આરોપી પકડાયા
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એલસીબીએ અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.2.43 લાખની કિંમતનું સીસું જપ્ત કર્યું છે.
બાતમીના આધારે પોલીસે કાપોદ્રા પાટિયા સ્થિત ક્રિસ્ટોલ લિવિંગ સોસાયટીમાંથી સુનિલ મીઠાલાલ પીનાકિયાની ધરપકડ કરી હતી. બીજો આરોપી નિશાર એહમદ બહેતુલ્લા ખાન કાપોદ્રા ગામના સરદાર આવાસ તલાવડી ફળિયામાંથી પકડાયો હતો.
આ કેસની વિગતો મુજબ, 24 ઓક્ટોબર 2024ના રોજ રાજ્ય વેરા અધિકારીની સાગબારા મોબાઈલ સ્કોર્ડે હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રક જીએસટી કાયદાની કલમ-130 હેઠળ ડિટેઇન કરી હતી. આ ટ્રક અંકલેશ્વર તાલુકા સેવા સદનના પરિસરમાં પાર્ક કરવામાં આવી હતી. જેમાંથી રૂ.21.95 લાખના સીસાની ચોરી થઈ હતી.
પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ હજુ ચાલુ છે.