pgvcl,dlr ના પ્રશ્ર્નોના નિકાલ અંગે મીનીસ્ટર રાઘવજીની સમીક્ષા અવિરત
*કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જાડા, ડી.આઈ.એલ.આર. અને પી.જી.વી.સી.એલ. વિભાગના પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી*
*જામનગર (નયના દવે)
રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જાડા, ડી.આઈ.એલ.આર. અને પી.જી.વી.સી.એલ. અધિકારીશ્રીઓ સાથે જિલ્લાના પડતર પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રીશ્રીએ જામનગરમાં નાઘેડી ગામથી હાઈવે સુધી નવો માર્ગ બનાવવો, દરેડ ગામમાં હાઈવે સુધી સી.સી.માર્ગનું નિર્માણ કરવું, જાડાની સામાન્ય સભા બોલાવવી, નાઘેડીમાં ગટરના પાણીનો નિકાલ કરાવવો અને જિલ્લામાં મંજુર થયેલ વિકાસના કાર્યોની સ્થિતિ જાણી હતી અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને તાત્કાલિક બાકી કાર્યો પૂર્ણ કરવા માટે ખાસ સૂચના આપી હતી.
તેમજ જિલ્લામાં રી-સર્વે માપણીની પેન્ડિગ અરજીનો નિકાલ કરાવવો, ખેડૂતોના માપણીના પેન્ડિગ પ્રશ્નોનું નિરાકરણ આવે, અરજી બાદ કે.જે.પી.નોંધ બનાવવી, સર્વે નિયમિત થાય, રણજીતપર ગામના 7 અરજદારોને જ્યોતિગ્રામ કનેક્શન ફાળવવા, જી.ઈ.બી. મીટર ફાળવવા, ધ્રોલ તાલુકાના ગામોમાંં રસ્તાઓનુ રી-કાર્પેટીંગ કરાવવું, માં કાર્ડ, આધાર કાર્ડ બનાવવા માટે ગ્રામ્ય કક્ષાએ વિવિધ કેમ્પનુંં આયોજન કરવુંં, જર્જરિત તળાવોનુંં રીપેરીંગ કરાવવું, રેનબસેરા બનાવવા, કોમ્યુનીટી હોલ બનાવવા, જિલ્લામાંં નવા આયુર્વેદિક દવાખાનાઓ બનાવવા વગેરે મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ લોકોપયોગી કામો અંગત લક્ષ લઈને તાત્કાલિક રીતે પૂર્ણ કરવા કૃષિ મંત્રીશ્રીએ ઉપસ્થિત સર્વે અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, જામનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન.ખેર, જાડા, ડી.આઈ.એલ.આર., પી.જી.વી.સી.એલ. વિભાગ અને કલેકટર ઓફિસના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
*000000*