AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદનાં પગલે બે માર્ગો અવરોધાયા,એક પશુપાલકનો બળદ તણાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં બુધવારે દિવસ દરમ્યાન સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.આ દરમિયાન આ વરસાદને પગલે સાંજે પાંચ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાનાં જિલ્લા પંચાયત હસ્તકનાં બે જેટલા માર્ગો વરસાદી પાણીને કારણે અવરોધાતા તે બંધ થવા પામ્યા છે. જેને પગલે ત્યાનું જનજીવન પ્રભાવિત થવા પામ્યુ છે.જે માર્ગો વરસાદને કારણે બંધ થવા પામ્યા છે તેમા (૧) ખાતળ ફાટકથી ઘોડી રોડ, અને (૨) ઘોડવહળ વી.એ. રોડનો સમાવેશ થાય છે.આ સાથે ગત તા.૧૭મી ઓગસ્ટના રોજ સુબિર તાલુકાના બહેડુન ગામના પશુપાલક ચીમનભાઈ મનસુભાઈ બહિરામની માલિકીનો એક બળદ પુરમા તણાઈ જતા મૃત્યુ પામ્યો હતો. જેની ડેડ બોડી મળતા પી.એમ. સહિતની આનુષાંગિક કામગીરી સંબંધિત વિભાગ દ્વારા હાથ ધરવામા આવી છે..

Back to top button
error: Content is protected !!