અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા :- સ્કૂલ બસને નડ્યો અકસ્માત,બસ પલટી જતાં 35 બાળકો ઈજાગ્રસ્ત – 30 બાળકોની તબિયત સ્થિર 5 બાળકો સારવાર હેઠળ
મોડાસા તાલુકાના લીંભોઈ ખાતે આવેલી આદર્શ વિદ્યાલય હાઈસ્કૂલના 35 બાળકોને લઈ જતી બસનો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં બસ પલટી જતાં કુલ 35 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે મોડાસા ખાતેની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબી સ્ટાફે તાત્કાલિક સારવાર શરૂ કરી, જેના પરિણામે મોટાભાગના બાળકોની તબિયતમાં સુધારો થયો છે. હાલમાં 30 બાળકોની તબિયત સ્થિર થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે 5 બાળકો હજુ પણ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ, નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી તથા મામલતદાર મોડાસાએ હોસ્પિટલની મુલાકાત લઈને ઈજાગ્રસ્ત બાળકોની ખબરઅંતર પૂછી હતી. તેમણે બાળકોના સ્વાસ્થ્ય અને સારવારની વિગતો જાણી અને હોસ્પિટલ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી. અધિકારીઓએ બાળકોના પરિવારજનોને પણ આશ્વાસન આપ્યું હતું કે તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.