
તસ્વીર: પાટણવાડીયા કુંજન
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા છે. આ સંસ્થા દ્વારા અમદાવાદમાં 100 વીઘા જમીનમાં 2000 કરોડ ના નિધિ સહયોગથી “વિશ્વ ઉમિયાધામ” નું નિર્માણ થઈ રહેલ છે, તેમાં દરેક સમાજના પરિવારોને ના મા ઉમિયા પ્રત્યે ની આસ્થા સાથે જોડવા “મારી ઇટ માંના મંદિરે” નામથી ઈટ દાન અભિયાન શરૂ કરેલ છે. આ માટે એકતા પરમો ધર્મના મંત્ર સાથે દરેક સનાતની પરિવારો ઓછામાં ઓછું રૂપિયા 1000 નું ઈટ દાન માં ઉમિયાના ચરણોમાં સમર્પિત કરે તેવી ભાવના ઉજાગર કરવા સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખ શ્રી આર પી પટેલના અધ્યક્ષ સ્થાને સંસ્થાની તમામ પાંખ ના ઉમરેઠ તાલુકા સંગઠનની મિટિંગ રાખવામાં આવી. મિટિંગમાં કેન્દ્રીય સંગઠન ઉપપ્રમુખ શ્રી જયંતીભાઈ પોકાર, ક્યુ એમ એસ ચેરમેન શ્રી કનુભાઈ પટેલ, સંસ્થાના કેન્દ્રીય મહામંત્રી શ્રી સંજયભાઈ પટેલ, સંસ્થાના પૂર્વ ગુજરાત ઝોન પ્રભારી શ્રી શૈલેષભાઈ પટેલ ,કેન્દ્રીય સંગઠન સભ્ય શ્રી ભવાનભાઈ પટેલ, આણંદ જિલ્લા ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પટેલ, આણંદ જિલ્લા મહામંત્રી શ્રી મણીભાઈ પટેલ હાજર રહેલ હતા. સંસ્થાના આમંત્રણ ને માન આપી ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના પ્રમુખ શ્રી જયંતીભાઈ પટેલ તથા ઉમરેઠ મામલતદાર શ્રી નિમેષભાઈ પારેખ, ઉમરેઠ પીઆઈ શ્રી સેફાલીબેન બુલાન, ઉમરેઠ એપીએમસી ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ શ્રી કનૈયાલાલ શાહ, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ શ્રી હાર્દિકભાઈ પટેલ, ઉમરેઠ ગ્રામ્ય એમજીવીસીએલ ડેપ્યુટી એન્જિનિયર શ્રી એ એન પટેલ, ઉમરેઠ શહેર એન્જિનિયર શ્રી નયન ભટ્ટ, ઉમરેઠ કે કે પી એસ પ્રમુખ શ્રી જેઠાભાઈ પટેલ વગેરે સાથે બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.
આયોજનને સફળ બનાવવામાં ઉમરેઠ તાલુકા યુવા સંગઠન ટીમ દ્વારા ઉત્સાહભેર કામ કરવામાં આવેલ હતું. ઉમરેઠ તાલુકા ચેરમેન શ્રી ગંગદાસભાઈ પટેલ દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો. અંતે સૌ ભોજન પ્રસાદ લઈ ને છૂટા પડ્યા હતા.






