GUJARATJUNAGADH

જૂનાગઢ ખાતે પશુપાલન પોલીટેકનીક, વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય એન્ટી રેગીંગ દિવસની ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ ખાતે પશુપાલન પોલીટેકનીક, વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય એન્ટી રેગીંગ દિવસની ઉજવણી કરવામાં આવી

પશુપાલન પોલીટેકનીક, વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય એન્ટી રેગીંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રેગીંગના દુષણ સામે જાગૃતિ ફેલાવવાનો હતો.આ કાર્યક્રમ દરમ્યાન શ્રી ડો.ડી.એન.બોરખતરીયા, એન્ટી રેગીંગ નોડલ ઓફિસર દ્વારા વિદ્યાર્થીઓને રેગીંગ સાથે સંકળાયેલા નીતિ નિયમો તેમજ તેમાં થતી સજા વિષે માહિતગાર કરાયેલા હતા. વધુમાં આ દિવસે એન્ટી રેગીંગ વિષયક પોસ્ટર અને સ્લોગન/સુત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગના દુષણને અટકાવવા વિષયક અલગ અલગ રચનાત્મક પોસ્ટર અને સ્લોગન (સુત્ર) રજુ કરવામાં આવ્યા હતા.તદુપરાંત વિદ્યાર્થીઓને એન્ટી રેગીંગ વિષયક અલગ અલગ વિડીઓ અને ફિલ્મો બતાવીને માહિતગાર કરાયા હતા. દરેક વિદ્યાર્થીને રાષ્ટ્રીય એન્ટી રેગીંગ પોર્ટલ ઉપર વિદ્યાર્થીએ ભરવામાં થવા વાર્ષિક એફિડેવિટની પણ માહિતી આપવામાં આવી હતી. ઉક્ત કાર્યક્રમમાં પશુપાલન પોલીટેકનીક, જૂનાગઢના કુલ ૪૨ વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાના શૈક્ષણિક સ્ટાફગણે ભાગ લીધો હતો.કાર્યક્રમના અંતે પોસ્ટર અને સ્લોગન/સુત્ર સ્પર્ધાના વિજેતાઓને પારિતોષિક આપીને સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ ડો.એમ.આર.ગડરિયા, વેટરનરી કોલેજ, જૂનાગઢના આચાર્યશ્રી તેમજ ડો.જી.પી.સબાપરા, પશુપાલન પોલીટેકનીક, જૂનાગઢના આચાર્યશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.પ્રસ્તુત સમારોહને સફળ બનાવવા માટે પશુપાલન પોલીટેકનીક, જૂનાગઢના સ્ટાફગણ શ્રી ડો.ડી.એન.બોરખતરીયા, શ્રી ડો.એમ.આર.ચાવડા, શ્રી ડો.કે.બી.સાવલિયા અને શ્રી ડો.પી.જી.ડોડીયાએ જહેમત ઉઠાવી હતી. તેમ એન્ટી રેગીંગ નોડલ ઓફિસરશ્રી, પશુપાલન પોલીટેકનીક, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!