BANASKANTHAGUJARATPALANPUR
વડગામ તા. કોંગ્રેસ સમિતિ દ્વારા શેરપુરા સેંભર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

21 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ તા. કોંગ્રેસ સમિતિ દ્વારા શેરપુરા સેંભર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર સ્વ.વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે બુધવારે વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શેરપુરા સેંભર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અસરફભાઈ માંકણોજીયા એ જણાવ્યું હતું કે ડીજીટલ ઈન્ડિયા સાર્થક કરવા સ્વ.વડાપ્રધાન રાજીવ એ પ્રયત્નો કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી બબીબેન ચૌધરી, જિલ્લા કો.આગેવાન ભિખુભાઈ બિહારી,તા.પં.પુવૅ
પ્રમુખ ડી.એમ.પટેલ, તા.પં.પુવૅ.પ્રમુખ બળદેવજી ઠાકોર, ત.કો.પ્રમુખ રફીખાન પઠાણ, શેરપુરા સરપંચ રશીદખાન
જિ.ઓબીસી.પ્રમુખ મેલાજી ઠાકોર, મહામંત્રી જશુભાઈ ચૌધરી, મેહુલભાઈ પ્રજાપતિ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.





