KALOL(Panchamahal)PANCHMAHAL
સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજી સાથે સહપરિવાર થઈ શુભેચ્છા મુલાકાત.
તારીખ ૨૧/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
૧૮-પંચમહાલ લોકસભા મતવિસ્તારના યશસ્વી સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના નિવાસસ્થાને સહપરિવાર સાથે શુભેચ્છા મુલાકાત યોજવામાં આવી હતી જ્યાં પ્રધાનમંત્રીને મળીને સાંસદ તથા તેમનો પરિવાર અભિભૂત થયો હતો. પ્રધાનમંત્રીના “એક ભારત શ્રેષ્ઠ ભારત” તથા ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવા તેઓ કટિબદ્ધ બન્યા હતા. રાષ્ટ્ર માટે અવિરત પ્રયત્નશીલ એવા પ્રધાનમંત્રી સાથેની સહપરિવાર મુલાકાતને સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા અદ્વિતીય ક્ષણ ગણાવી હતી.