અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં અંબાજી તરફ જતા પગપાળા સંઘોનું આગમન શરૂ થયું છે. રસ્તાઓ પર “જય અંબે” ના ઘોષો
અરવલ્લી જિલ્લામાં અંબાજી તરફ જતા પગપાળા સંઘોનું આગમન શરૂ થયું છે. રસ્તાઓ પર “જય અંબે” ના ઘોષો સાથે ભક્તિનો માહોલ છવાઈ ગયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે પણ યાત્રાળુઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.
મેઘરજ તાલુકામાં મહિસાગર જિલ્લાના સંઘો પહોંચ્યા છે, જ્યારે કડાણા તાલુકાના સતનામ સંઘના 70થી વધુ શ્રદ્ધાળુઓ કુણોલ મુકામે પહોંચ્યા છે. સ્થાનિક લોકો દ્વારા યાત્રાળુઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.આ સંઘ છેલ્લા ત્રીસ વર્ષથી સતત અંબાજી તરફ યાત્રા કરે છે. પરંપરા મુજબ આ વર્ષે પણ 24મી તારીખે મા અંબેના દર્શન કરીને યાત્રાનો સમાપન કરવામાં આવશે.મા અંબેની આરાધનામાં ભક્તિભાવ સાથે જોડાયેલા યાત્રાળુઓનો ઉમંગ જોઈને સમગ્ર વિસ્તાર માતાજીના જયકારથી ગુંજી ઉઠ્યો છે.