ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જીલ્લામાં સીવીલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (CRS Portal) અંતર્ગત જન્મ-મરણ નોંધણી માટે “ઈ-ઓળખ” એપ્લિકેશનમાંથી ભારત સરકારના CRS Portal પર સ્વિચ ઓવર થશે.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જીલ્લામાં સીવીલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (CRS Portal) અંતર્ગત જન્મ-મરણ નોંધણી માટે “ઈ-ઓળખ” એપ્લિકેશનમાંથી ભારત સરકારના CRS Portal પર સ્વિચ ઓવર થશે.

જે અંતર્ગત જીલ્લા તથા તાલુકા સ્તરે જન્મ-મરણ નોંધણી પ્રક્રિયામાં સંકળાયેલા અધિકારીઓ તથા કર્મચારીઓની ડો. જયેશ પરમાર (જિલ્લા રજીસ્ટ્રાર) તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ના અધ્યક્ષસ્થાને તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સદર તાલીમમાં તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, સબ રજીસ્ટાર, આંકડા મદદનીશ, સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલના અધિક્ષક, એકાઉન્ટન્ટ-કમ-ડેટા આસિસ્ટન્ટ તેમજ તાલુકા લેવલ એક્ઝેક્યુટીવ-TLE તથા નગરપાલિકાના ઓપેરેટર હાજર રહ્યા હતા. તાલીમ દરમિયાન CRS Portal પર જન્મ, મરણ તથા મૃતજન્મની એન્ટ્રી તથા વેરિફિકેશન પ્રક્રિયા અંગે સમજણ અપાઈ હતી. મેડિકલ ઓફિસર તેમજ તાલુકા આરોગ્ય અધિકારીઓની રિવ્યુ મીટિંગમાં પણ CRS Portal વિષે તમામને તાલીમબધ્ધ કરાયા.

ગુજરાતમાં હવે જન્મ-મરણ નોંધણી માટે CRS Portal જ એકમાત્ર સિસ્ટમ રહેશે. તમામ સરકારી હોસ્પિટલોને જન્મ-મરણ નોંધણી યુનિટ તરીકે ગણવામાં આવ્યા છે. જન્મ-મરણ નોંધણી રજીસ્ટ્રાર તથા સબરજીસ્ટ્રારને પોતાના પ્રોફાઇલમાં વિગતો ભરી ડિજિટલ સહી અપલોડ કરવાની રહેશે. બાળકના જન્મ સમયે હોસ્પિટલ દ્વારા ડિસ્ચાર્જ સર્ટિફિકેટ સાથેની વિગતો પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. બાળકના મૃતજન્મ સમયે હોસ્પિટલ દ્વારા તબીબી અહેવાલ પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. પ્રોગ્રામ આસિસ્ટન્ટ (જન્મ મરણ) તેમજ આંકડા મદદનીશ દ્વારા CRS પોર્ટલ અંગેની તાલીમ આપવામાં આવી.હવેથી અરવલ્લી જિલ્લામાં જન્મ-મરણ નોંધણી પ્રક્રિયા CRS Portal દ્વારા વધુ સરળ, ઝડપી અને પારદર્શક રીતે અમલમાં આવશે.

Back to top button
error: Content is protected !!