GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મનપા દ્વારા શહેરી વિકાસ અંતર્ગત અર્બન રાઇઝ નવસારી સિટી ચેલેન્જ સ્પર્ધા નો પ્રારંભ કરાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન<span;> દ્વારા શહેરી વિકાસ વર્ષ (UDY) ૨૦૨૫-૨૬ અંતર્ગત ‘અર્બન રાઈઝ નવસારી – સિટી ચેલેન્જ ૨૦૨૫’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન (NMC) દ્વારા શહેરી વિકાસ વર્ષ (UDY) ૨૦૨૫-૨૬ ના તત્વાધાનમાં ‘અર્બનરાઈઝ નવસારી – સિટી ચેલેન્જ ૨૦૨૫’ નું આયોજન સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને શહેરનો સામાજિક મૂળભૂત સુવિધાઓ (social infrastructure) અને શહેરી સૌંદર્ય (urban aesthetics) વધારવા માટેની નવા ઉમેદા વિચારો (innovative ideas) સાથે જોડવાનો છે. આ સ્પર્ધા અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં ફેકલ્ટી માર્ગદર્શકોના માર્ગદર્શન હેઠળ વ્યવહારુ ઉકેલો (practical solutions) વિકસાવવાનું છે. થીમ્સમાં અનિયમિત પાર્કિંગ મેનેજમેન્ટ (unorganized parking management), સ્ટ્રીટ વેડિંગ ઝોન એપ્લિફેટમેન્ટ (street vending zone upliftment), વેસ્ટ સેગ્રિગેશન અવેરનેસ (waste segregation awareness), ઇનોવેટિવ લિટર બિન ડિઝાઇન (innovative litterbin design), વાઈબ્રન્ટ સ્ટ્રીટ કૉન્સેપ્ટ્સ (vibrant street concepts) અને યુટિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ (modernization of utility infrastructure)નો સમાવેશ થાય છે.

NMC ના વિભાગો તરફથી શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત અને માર્ગદર્શન બાદ, સહભાગીઓ સપ્ટેમ્બર ૨૦૨૫ માં તેમના ઉકેલો રજૂ કરશે . દરેક કેટેગરીમાં ટોચની બે એન્ટ્રીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ્સથી સન્માનિત કરવામાં આવશે, જ્યારે બધા ભાગ લેનારાઓને સહભાગિતા પ્રમાણપત્રો (participation certificates) આપવામાં આવશે.

આ પહેલ દ્વારા, NMC નવાઉમેદા વિચારોને વ્હાઇટપેપર (whitepaper)માં સંકલિત કરવા, ડીપીઆર્સ (DPRs -Detailed Project Reports) દ્વારા તેમના અમલીકરણની શક્યતાઓ શોધવા અને નવસારીમાં નાગરિક-કેન્દ્રિત, ટકાઉ અને સમાવેશી શહેર વિકાસ  (citizen-centric, sustainable, and inclusive urban development) માટે એક બેન્ચમાર્ક સ્થાપિત કરવા માંગે છે. આજના વિઝિટ કાર્યક્રમની અંતે સાંજે ૫:૦૦ કલાકે માન. મ્યુનિસિપલ કમિશનર શ્રી એ વિધાર્થીઓ સાથે પ્રશ્નોત્તરીમાં ભાગ લઈ, તેમના કારકિર્દી અંગે પ્રોત્સાહિત કર્યા તથા નવસારી શહેરના infrastructure અંગે પણ વિધાર્થીઓ પાસેથી અભિપ્રાય જાણ્યા હતા.

Back to top button
error: Content is protected !!