
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં ગણેશ ઉત્સવ દરમિયાન શાંતિ અને સલામતી જાળવવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ બેઠક વઘઇ ખાતેની તાલુકા સેવાસદન કચેરીમાં યોજાઈ હતી.જેમાં વઘઇનાં મામલતદાર,પી.આઈ.અને અન્ય સરકારી અધિકારીઓ તેમજ ગણેશ મંડળોના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ બેઠકનો મુખ્ય હેતુ ગણેશ ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો હતો.બેઠકમાં ગણેશ પ્રતિમાની સ્થાપનાથી લઈને વિસર્જન સુધીના તમામ તબક્કાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.અધિકારીઓએ ગણેશ મંડળોનાં આગેવાનોને મૂર્તિની ઊંચાઈ, સ્થાપના માટેની જગ્યા, ડીજેના ઉપયોગ અને વિસર્જનના રૂટ અંગેના નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો.તેમજ મંડપમાં અગ્નિશમન માટેના સાધનો રાખવા અને વીજળીના જોડાણ સલામત રીતે કરવા સૂચન કરાયુ હતુ.તેમજ ડીજેના અવાજની મર્યાદા જાળવવી અને રાત્રિના ૧૦ વાગ્યા પછી ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવો.વિસર્જન માટે નિર્ધારિત રૂટનું પાલન કરવુ અને યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારના ગેરવર્તનને ટાળવું વગેરે સૂચનો પણ કરવામાં આવ્યા હતા.નિયમોનું પાલન કરવાથી ઉત્સવનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સુમેળભર્યું રહેશે.ગણેશ મંડળોના આગેવાનોએ પણ અધિકારીઓને સહકાર આપવાની ખાતરી આપી હતી.સાથે ગણેશ મંડળોને ગણેશ ચતુર્થીનાં પર્વ નિમિત્તે રમતોત્સવનું પણ આયોજન કરવા જણાવ્યુ હતુ.આ બેઠક ગણેશ ઉત્સવને સફળ અને સલામત રીતે ઉજવવા માટે એક સકારાત્મક પગલું સાબિત થશે.




