રાજપીપળા ના કાલિકા માતા ના મંદિર પાસે બનતી આર .એસ. રેસીડેન્સી ના વિવાદ નો સુખદ અંત
નર્મદા જીલ્લા કલેક્ટર ને બજરંગદળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની આગેવાની મા સ્થાનિક લોકો એ આવેદન પત્ર આપ્યું
મંદિર તરફ થોડી જગ્યા છોડવા, ગેટ બનાવવા સહિત સ્થાનિકો ની અન્ય માગણીઓ સાથે જમીન માલિકો સંમત થતા સમસ્યા અને વિવાદ નો અંત
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા ના પ્રસિદ્ધ કાલિકા માતા ના મંદિર પાસે લાલ ટાવર નજીક સિંધીવાડ, આરઝુ સોસાયટી ની બાજુમા નિર્માણ થતી આર એસ રેસીડેન્સી ના માલિકો દ્વારા ખુલ્લા પ્લોટો નું વેચાણ સરકાર ની તમામ પ્રકાર ની મંજૂરી ઓ સાથે, અશાંતધારા સહિત ની તમામ પરવાનગીઓ મેળવી કરવામાં આવતું, જેનું સ્થાનિક લોકો ની આ જગ્યા એ મસ્જિદ મદ્રેસા બનશે ની ગેરસમજ થી વિવાદ ઉભો થયો હતો, તેથી સ્થાનિક લોકોએ વિહિપ બજરંગદળ નો સંપર્ક કરી જીલ્લા કલેકટર સહિત નાઓ ને આવેદનપત્ર પાઠવી આ આર એસ રેસીડેન્સી ના નિર્માણ સામે વિવાદ ઉભો કર્યો હતો જેનું આજરોજ સુખદ સમાધાન થતી વિવાદ નો અંત આવ્યો હતો.
સમગ્ર પ્રકરણ ની વાત કરીએ તો લાલ ટાવર સિંધીવાડ આરઝુ સોસાયટી ની પાસે કાલિકા માતા ના મંદિર પાસે રેવન્યુ સર્વે નંબર 237 વાળી જમીન ના માલિક રમણભાઈ સોમાભાઈ માછી, સુરેશભાઈ સોમાભાઈ માછી, ધર્મેન્દ્ર ભાઈ માછી સહિત ના અન્ય માલિકો એ આ જમીન એન એ કરાવી તેના પર પ્લોટિંગ ના પ્લાન મંજૂર કરાવી અશાંતધારા ની સરકારી ધારા ધોરણ મુજબ ની પરવાનગી મેળવી નિયમોનુસાર ખુલ્લા પ્લોટો વેચાણ કરવા માટે મૂક્યા હતા આ પ્લોટ મોટા ભાગે આ વિસ્તાર મા મુસ્લિમ સમાજ ની વસ્તી વધારે હોય ને મુસ્લિમો ખરીદે અને પાસે મંદિર હોય ને મસ્જિદ મદ્રેસા બનાવે તેવી ગેરસમજ થી પેરાઇ ને સ્થાનિક આદિવાસીઓ એ વિરોધ કર્યો હતો અને વિહિપ બજરંગદળ નો સંપર્ક કરી જીલ્લા કલેક્ટર સહિત નાઓ ને આવેદનપત્ર આપ્યું હતું.
આ મામલે જમીન ના માલિક રમણભાઈ સોમાભાઈ માછી સુરેશભાઈ સોમાભાઈ માછી સહિત ના ઓ અને સ્થાનિક મંદિર પાસે વસતા આદિવાસીઓ સાથે આજરોજ સુખદ સમાધાન થયું હતું જે બાબતે નર્મદા જીલ્લા કલેકટર ને ઉદ્દેશી ને લખાયેલ આવેદનપત્ર રેસીડેન્સિયલ ડેપ્યુટી કલેક્ટર સી કે ઉઘાડ ને બજરંગદળ ના જીલ્લા પ્રમુખ પુષ્પરાજસિંહ ચૌહાણ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પ્રમુખ કીર્તન સી પુરોહિત ની આગેવાની મા સ્થાનિક હિન્દુ આદિવાસીઓ એ એકત્રિત થઈ ને આપ્યું હતું.
આ બાબતે બજરંગદળ ના જીલ્લા પ્રમુખ પુષ્પરાજસિંહ ચૌહાણ એ જણાવ્યું હતું કે કાલિકા માતા ના મંદિર પાસે પ્લોટિંગ ના વેચાણ કરવા અગાઉ અમો એ સ્થાનિક લોકો ની રજૂઆત ને લઈ વિરોધ કર્યો હતો પરંતુ જમીન માલિક અને સ્થાનિક આદિવાસી લોકો વચ્ચે મંદિર તરફ મેળો ભરાય છે તે તરફ થોડી જગ્યા છોડવા રસ્તા પર ના ચાર પાંચ પ્લોટ હિન્દુઓ ને આપવા તેમજ મંદિર ના રસ્તે ગેટ બનાવવા માટે ની સમજૂતી થઈ છે જેથી સમગ્ર મામલે હવે સુખદ સમાધાન થયું હોય આર એસ રેસીડેન્સી ના માલિકો કોઈ ને પણ પ્લોટિંગ નું વેચાણ કરે અને આર એસ રેસીડેન્સી નું નિર્માણ થાય એની સામે હવે કોઇજ જાતનો સ્થાનિક હિન્દુ આદિવાસીઓ ને વાંધો કે વીરોધ નથી.
આ મામલે સ્થાનિક આદિવાસી આગેવાન સંદીપ ભાઈ વસાવા એ પણ જમીન માલિકો અને અમો સ્થાનિક લોકો વચ્ચે સુખદ સમાધાન થયું હોવાનું જણાવ્યું હતું.