Rajkot: પાટણવાવ ઓસમ ડુંગરના સાનિધ્યમાં ઢંકગિરી તીર્થમાં ‘ઉપધાન તપ આરાધના’ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન
તા.૨૧/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પ્રથમ પ્રવેશ ૨ જી ઓક્ટોબર, ગુરુવાર તેમજ દ્વિતિય પ્રવેશ ૪ ઓક્ટોબરને શનિવારના રોજ
Rajkot: શ્રી શત્રુંજય મહાતીર્થની જ એક ટૂંક, ‘સાધ્વી રત્ન’ પૂ. ચારુલતાશ્રીજી મ. સા. પ્રેરિત ધોરાજીના પાટણવાવ સ્થિત ઢંકગિરી તીર્થમાં શ્રાવક જીવનની ઉત્કૃષ્ટ આરાધના ઉપધાન તપ પાવનકારી નિશ્રા માલવભૂષણ પ.પૂ. આચાર્ય શ્રી નવરત્નસાગર સુરીશ્વરજી મ. સા. ના પ્રશિષ્યરત્ન અધ્યાત્મ યોગી પ.પૂ. ગણિવર્ય શ્રી આદર્શરત્ન સાગરજી મ.સા. આદિ ઠાણાના સાનિધ્યમાં શ્રમણ શ્રમણી ભગવંતોને પ્રથમ પ્રવેશ આસો સુદ ૧૦, ગુરુવાર ને તા. ૨-૧૦-૨૫ તેમજ દ્વિતિય પ્રવેશ આસો સુદ ૧૨ ને શનિવારને તા. ૪-૧૦-૨૦૨૫ ના રોજ આરાધના કરી શકાશે. પ્રવેશ માટે https://updhan.aadarshfoundations.com/ લિંક પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઢંકગિરી તીર્થ વિશ્વનું સૌપ્રથમ સિધ્ધચક્ર યંત્રમય જિનાલય છે. અહીંયા રોજ સિદ્ધચક્રની આરાધના થશે સિદ્ધચક્રની આરાધના દ્વારા અનેકાનેક આત્માઓ તરીકે ગયા છે. આવા જ સ્થાનની અંદર ઉપધાનમાં બેસવું એ એક જીવનનો લાહવો છે, તો વહેલી તકે આપનું નામ વહેલા તે પહેલા ના ધોરણે નોંધાવી પ્રવેશ મેળવી લેવો.
વધુ વિગત માટે શ્રી ઓસમ જૈન ટેમ્પલ ટ્રસ્ટના શ્રી સંજયભાઈ (મો.નં. ૯૩૦૨૨૩૬૦૦૦), શ્રી ગજેન્દ્રભાઈ (મો.નં. ૮૮૪૯૪૬૧૨૮૫), અપૂર્વભાઈ (મો.નં. ૯૯૭૭૧૩૬૧૬૯) અથવા સંસ્થાના મો.નં. ૯૪૨૯૯૬૦૬૦૭ પર સંપર્ક સાધવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.