GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

MORBI સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
મોરબી : સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી દ્રિતીય હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મોરબીના વાઘપરા ખાતે આવેલ સથવારા સમાજની વાડીમાં યોજાયેલ આ કેમ્પમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી ના હોમિયોપેથિક મેડિકલ ઓફિસર,ડૉ. રાધિકાબેન મહેતા તથા અન્ય સ્ટાફ કોમલબેન તથા પ્રદીપભાઈએ સેવા આપી હતી. આ કેમ્પમાં અંદાજિત 60 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા સરકારી આર્યુવેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.






