
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજ માં છેલ્લા 5 દિવસથી યુરિયા ખાતર માટે લાઈનો, તંત્ર પણ અજાણ..? ખેડૂતો નું કોણ..?
ખેડૂતો ને હાલ કપરી પરિસ્થિતિ હોય તેવો ઘાટ છે. જેમાં વરસાદી માહોલ વચ્ચે પાક નિષ્ફર તેમજ પાક માટે યુરિયા ખાતરની જરૂરિયાત જેને લઇ ખેડૂતો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. ચોમાસાની ખેતી માટે હાલ યુરિયા ખાતર ની જરૂરિયા ઊભી થઈ છે જેને લઇ ખાતર મેળવવા હાલ ખેડૂતો લાઈનો માં છે.
અરવલ્લી જિલ્લા ના મેઘરજ માં છેલ્લા 5 દિવસથી યુરિયા ખાતર ની અછત હોય તેવો ઘાટ છે રોજના વહેલી સવારે તાલુકા સંઘ આગળ ખેડૂતો રાજસ્થાન થી લઈ છેવાડાના ગામડાઓ સુધીના ખેડૂતોમાં મહિલા અને પુરુષો ખાતર માટે લાઇનમાં ઊભા જોવા મળી રહ્યા છે. અહીં થી નેતાઓ ની ગાડીઓ પણ પસાર થાય છે પરંતુ કોઈ નેતાઓએ લાઈનો કેમ લાગી છે તે જાણવાની કોશિશ કરી ખરી..? ખેડૂતોને જણાવ્યા મુજબ હાલ ચોમાસુ પાક માટે યુરિયા ખાતરની જરૂરિયાત છે જેમા જરૂરિયાત કરતા ઓછું ખાતર મળે છે જેમા હાલ માત્ર 2 બેગ યુરિયા ખાતર મળતું હોય છે. મેઘરજ તાલુકા સંઘ આગળ જે રીતે ખાતર ની લાઈનો લાગી રહી છે ત્યારે આ બાબતે તંત્ર પણ અજાણ હોય તેવો ઘાટ છે. કયા કારણે લાઈનો લાગે છે.. અને એમાં પણ મેઘરજ તાલુકામાં જ આ પરિસ્થિતિ દર વર્ષ એ કેમ સર્જાય છે તેના પર પણ સવાલો છે પરંતુ આ બધા સવાલો વચ્ચે ખેડૂતો પીસાઈ રહ્યા હોય તેવો ઘાટ છે.બીજી તરફ યુરિયા ખાતર ની અછત નથી તેવા દાવાઓ કરવામાં આવે છે તો પછી કેમ ખાતર માટે લાઈનો લાગે છે. ખેડૂતોનું કોણ સાંભરશે.હાલ પણ મેઘરજ ખાતે સતત 5 માં દિવસે પણ ખાતર માટે મસ મોટી લાઈનો લાગી છે.






