GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા દિવ્યાંગને વ્હીલચેર અર્પણ કરી માનવતા મહેકાવી.

MORBI:મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા દિવ્યાંગને વ્હીલચેર અર્પણ કરી માનવતા મહેકાવી.

 

 

ઈશ્વર દ્વારા રચવામાં આવેલ આ શ્રુષ્ટિ એક અદ્ભૂત સર્જન છે. અને તેમાં ઈશ્વર બધુ બધાને નથી આપી દેતો એ પણ એક હકીકત છે. પણ જેને પણ આપવામાં કંઈક ખામી રહી જાય તો ઈશ્વર પોતે જ કોઈને નિમિત્ત બનાવી એ નહીં આપવાની ખોટ પુરવા કોઈ કે કોઈકને પ્રેરણા આપતો રહે છે,આદેશ કરતો હોય છે.

સમાજમાં આવાજ કંઈક જરૂરતમંદો,વંચીતો માટે અનેક માનવતાવાદી સેવાભાવી સંસ્થાઓ નિરંતર નિમિત્ત બની કોઈના જીવનમાં રહેલ ખોટ ને પુરવાના સેવાકાર્યો કરતી રહે છે.અનેક સામાજીક, સેવાકાર્યો કરતી આવીજ એક સંસ્થા મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા આવુજ એક વધુ સેવાકાર્ય કરી માનવતા મહેકાવી છે.

દોડવુ, નાચવુ, કુદવુ કોને ને ગમે? પરંતુ ઈશ્વરે જેને પગ આપ્યા હોય પણ પછી કોઈ કારણસર છીનવાય ગયા હોય તેને દોડવુ તો શું ચાલવુ પણ અશક્ય બને ત્યારે આવાજ એક દિવ્યાંગ (અપંગ) વ્યક્તિને પગ તો ન આપી શકાય પણ પગની ખોટ પુરવા માટેનો એક વિકલ્પ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા વ્હીલચેર અર્પણ કરી એક નિરાશાભરી ઝીંદગીમાં આશાનો સંચાર કર્યો હતો. તેની જીંદગીની મોટી ખોટ પુરી કરી એ નિરાશ વ્યક્તિના જીવનમાં ખુશીઓનું વાવેતર કરી આપ્યુ હતુ.વ્હીલચેર અર્પણ કરતી વેળાએ સંસ્થાના સભ્યોએ “સેવા હી ધર્મ હે” નું સૂત્ર સાર્થક કરવા સાથે અન્યને પ્રેરણા સંદેશ આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!