નર્મદા જિલ્લામાં આપત્તિ સમયે લોક સેવા માટે ૧૦૦ NCC કેડેટ્સને તાલીમ અપાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં યુવાનોમાં આપદા પરિસ્થિતિમાં જવાબદારીની ભાવના વધારવા માટે નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી અને નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડના માર્ગદર્શન હેઠળ જીતનગર એનસીસી કેમ્પ ખાતે “આપદામિત્ર” તરીકે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેડેટ્સને ભારત સરકાર અને ગુજરાત સરકાર (GSDMA) ની YAMS (યુવા આપદા મિત્ર સ્કીમ) યોજના હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને NCC ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૪ થી ૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન યોજાયેલી ૭ દિવસીય આપત્તિ વ્યવસ્થાપનની તાલીમમાં ૧૦૦ NCC કેડેટ્સને તાલીમબદ્ધ કરાયાં હતાં.
માસ્ટર ટ્રેનર્સ દ્વારા કેડેટ્સને પ્રાથમિક સારવાર, આગ અને આપદા પ્રબંધન, પ્રાકૃતિક આપદાઓની પૂર્વ તૈયારી અને જવાબદારી, રાહત અને બચાવ કામગીરી, સંચાર કૌશલ્ય અને ટીમ વર્ક જેવી બાબતોની સમજ પુરી પાડીને તાલીમબદ્ધ કરાયાં હતા.