CHHOTA UDAIPUR CITY / TALUKO

સરકારી બી. એડ્. કોલેજ નસવાડી ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઇ.

મુકેશ પરમાર,, નસવાડી 
સરકારી બી. એડ્. કોલેજ, નસવાડી ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. ISRO દ્વારા આ વર્ષની ઉજવણીની થીમ “Aryabhatta to Gaganyaan: Ancient Wisdom to Infinite Possibilities” રાખવામાં આવી હતી.કાર્યક્રમના કન્વીનર ડૉ. પ્રણવકુમાર આર. ઉપાધ્યાયે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના ઇતિહાસથી લઈને વર્તમાન કાર્યયોજનાઓ સુધીની માહિતીની રસપ્રદ રજૂઆત કરી. ખાસ કરીને આર્યભટ્ટ ઉપગ્રહથી શરૂ થયેલી ભારતની અવકાશયાત્રાથી લઈને આવનારા ગગનયાન મિશન સુધીની સફરનું વિસ્તૃત વર્ણન કર્યું. તેમની માર્ગદર્શક ભૂમિકા હેઠળ તાલીમાર્થીઓ દ્વારા સ્પેસ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ ઊર્જા અને ઉત્સાહ સાથે ભાગ લીધો.સંસ્થાના આચાર્ય શ્રી પરેશકુમાર જે. જોશીએ પ્રેરણાત્મક વક્તવ્ય આપતાં ભારતની અવકાશયાત્રાને દેશના ગૌરવ અને યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત ગણાવી સૌને અભિનંદન પાઠવ્યા. સૌ અધ્યાપકો અને તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

Back to top button
error: Content is protected !!