અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : શાળાના બાળકોને ટ્રેક્ટરમાં મુસાફરી કરાવવાનો પરવાનો કોણે આપ્યો..!! 10 જેટલા ટ્રેક્ટરમાં બાળકોને શિક્ષકો મુસાફરી કરાવતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા.
અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગની બેદરકારી આમતો છાશવારે સામે આવતી હોય છે.ગત બુધવારે મોડાસાના લીંભોઈ ગામની શ્રી આદર્શ વિદ્યાલયની 35 જેટલા વિદ્યાર્થીઓ ભરેલી સ્કુલ બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાળકોને નાની મોટી ઇજાઓ થઈ હતી.આવી ઘટનો ઘટતી હોવા છતાં કેમ શિક્ષકો શાળાના બાળકોને જીવના જોખમે મુસાફરી કરાવવા મજબુર કરે છે.આજરોજ સવારે 11 વાગ્યાના અરસામાં મોડાસાના હજીરા વિસ્તારથી પાલનપુર ગામના રોડ પર અંદાજીત 10 જેટલા ટ્રેક્ટરની ટ્રોલીમાં બાળકો મુસાફરી કરી જતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.આ બાબતે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને ટેલિફોનિક સંપર્ક કરી ધ્યાન દોર્યું હતું તેમણે શિક્ષકોની બેદરકારી બદલ તપાસ કરવાનું જણાવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં ઉચ્ય અધિકારીઓ એ નીતિ નિયમોને નેવે મૂકી ધીધા છે.ઉચ્ય અધિકારીઓ ની સહી થી એજન્સી મારફતે ફળવાયેલા ટેક્ષી પાર્સિંગ વિનાના વાહનોનો સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપયોગ કરતા હોય અને જિલ્લા સેવાસદનમાં ગુજરાત સરકાર લખેલા વાહનો નો રાફડો જોવા મળતો હોય તો. બીજા કર્મચારીઓનો શુ દોષ, બાબતે જિલ્લા કલકેટર અને જિલ્લા વિકાસ અધિકારી ને ધ્યાન દોર્યું હતું.જિલ્લા વહીવટીતંત્ર માં જો આવી લાલીયાવાડી ચાલતી હોય તો બીજાને તો શુ દોષ દેવોનો,ટ્રેક્ટરની ટ્રોલીમાં શાળાના બાળકોને અને ટ્રેક્ટર ચાલકની સીટ આજુબાજુ શિક્ષકો બેસી જીવના જોખમે મુસાફરી કરતા હોવા ના દ્રશ્યોએ તંત્ર સામે ચોક્કસ સવાલો ઉભા કર્યા છે.