હાલોલ- ગણેશ ચતુર્થીના તહેવારને વિવિધ મંડળોની મૂર્તિઓના આગમનમાં નગરવાસીઓ જોડાયા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૮.૨૦૨૫
શ્રીજીની સ્થાપના ના આડે ગણત્રીના દિવસો બાકી રહેતા હાલોલ નગર ખાતે મંડળો દ્વારા સ્થપિત કરાતા શ્રીજીની મોટી પ્રતિમાનું આગમન થતા તેના સ્વાગત તેમજ તેને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે જેને લઈ શુક્રવારે મોડી રાત્રી સુધી મુખ્ય માર્ગો ઉપર કીડિયારું ઉભરાતું હોય તેમ લાગી રહ્યું છે. શુક્રવાર ના રોજ મંગલમૂર્તિ ગ્રુપ કબીર ગ્રુપ તેમજ મહાકાલ ગ્રુપ ના ઉંચા અને મોટા કદની શ્રીજીની પ્રતિમાનું કંજરી રોડ બાયપાસ ચોકડીથી આગમન થતા હાલોલ નગર સહીત ગામડા ના લોકો હજારોની સંખિયા માં ઉમટી પડ્યા હતા ડીજેના તાલે ગણપતિ બાપા મોરિયા ના ગગન ભેદી નારાથી આખો કંજરી રોડ ગુંજી ઉઠ્યો હતો.જેને લઇ એક નઝારો બની ગયો હતો અને દરેક મંડળના ગણપતિ મોડી રાત્રે ગણેશ પંડાલમાં પહોંચ્યા હતા અને આખું નગર ભક્તિમય વાતાવરમાં ફેરવાઈ ગયું હતું અને તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.જોકે હજારોની સંખ્યા આ શ્રીજી ની સવારીમાં જોડાયું હોવા છતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ને કારણે કોઈ અનિચ્છિય બનાવ બન્યો ન હતો.