હાલોલ:શ્રમજીવી મહિલા ને મકાન માલિક દ્વારા હેરાનગતિ થતા અભયમ હાલોલ મદદે પોહચી.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૪.૮.૨૦૨૫
હાલોલ તાલુકાના એક વિસ્તાર માંથી પીડિતા દ્વારા 181 મહિલા હેલ્પલાઈન માં કોલ કરિને જણાવ્યું હતું કે તેઓ અન્ય જિલ્લાના છે અને રોજગારી માટે હાલોલ માં વસવાટ કરે છે અને કંપનીમાં કામ કરતા હતા. તેમને અંગત કારણોસર રૂમ બદલવાની હતી તેમણે એક મહિના પહેના તેની જાણ મકાન માલીક ને કરેલ. તેમના મકાન માલિક તેમની પાસેથી એક મહિનાનું ભાડુ વધારાનું માંગતા હતા અને રૂમ ને લોક કરીને ચાવી આપતાં ન હતા માટે તેમણે મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.181 ટીમ દ્વારા સ્થળ પર જઈને પિડીત બહેન અને મકાન માલિક નું કાઉન્સિલીંગ કરીને સમજાવતા મકાન માલીકે પોતાની ભૂલ સ્વીકારી હતી. ત્યાર બાદ 181 ની ટીમ દ્વારા તેમને રૂમ ખાલી કરવા દેવા માટે જણાવેલ અને કાયદાકીય સમજ આપેલ અને બીજી વાર આવું ન કરવા જણાવેલ.પિડીત બહેનને આશ્વાસન આપી કાયદાકીય સમજ આપવામાં આવી હતી.અને પિડીત બહેન તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા માંગતા ન હોવાથી સમગ્ર બાબતે બન્ને વચ્ચે સમાધાન કરાવેલ છે પીડિત બહેન દ્વારા 181 અભયમ હાલોલ નો આભાર માનવામાં આવ્યો હતો.







