સંતરામપુર તાલુકાની બટકવાડા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓ દૂર કરી નવીન ઓરડાઓ બનાવવા છે ખરા
સંતરામપુર તાલુકાની બટકવાડા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓ દૂર કરી નવીન ઓરડાઓ બનાવવા છે ખરા???
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….
સંતરામપુર તાલુકાની બટકવાડા મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડાઓ પૈકી મોટાભાગના ઓરડાઓ જર્જરિત હોય આ ઓરડાઓ હાલ બંધ હાલતમાં જોવા મળે છે અને ઓરડાઓના અભાવે બટકવાડા પ્રાથમિક શાળા છેલ્લા કેટલાય વખતથી બે પાણીમાં ચાલી રહી છે જેમાં ધોરણ 1 થી 5 સવારની પાળીમાં અને ધોરણ છ થી આઠ બીજી પાણીમાં ચાલે છે બટકવાડા પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8 સુધી ચાલે છે અને આ શાળામાં અંદાજે 450 બાળકો અભ્યાસ કરતા હોવા છતાં પણ આ શાળામાં 14 શિક્ષકોનું મહેકમ આચાર્ય સહિતનું હોવા છતાં પણ બટકવાડા મુખ્ય પ્રાથમિક શાળામાં જાણવા મળતી માહિતી મુજબ માત્ર છ ઓરડાઓમાં બાળકોને પાણી પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવે છે જેથી બાળકોના અભ્યાસમાં મુશ્કેલી ઓરડાઓના અભાવે પડી રહેલ હોવાનું લોકો દ્વારા જાણવા મળેલ છે.
.
સંતરામપુર તાલુકાની બટકવાડા પગાર કેન્દ્ર ની પ્રાથમિક શાળાના કેટલાક ઓરડાઓ જર્જરિત અને અભ્યાસ કરવા યોગ્ય ના હોય આવા ઓરડાઓ ડીસ મેન્ટલ, કન્ડમ , કરવા માટેની અવાર નવાર કરાતી દરખાસ્ત પ્રત્યે શિક્ષણ વિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા ઘણા સમયથી કોઈ કાર્યવાહી નહીં કરાતા આ જર્જરીત અને બિન ઉપયોગી બનેલ ઓરડાઓના સ્થાને નવીન ઓરડાઓ મંજૂર નહીં કરાતા ઓરડા ઓના અભાવે નાના બાળકોને સવારની પાળીમાં અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહે છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીના માદરે વતનની આસપાસ આવેલ ઉખરેલી પ્રાથમિક શાળા, સુરપુર પ્રાથમિક શાળા, અને બટકવાડા શાળાઓના જર્જરીત ઓરડાઓ દૂર કરી એના બદલે નવીન ઓરડાઓ મંજૂર કરી તેના બાંધકામ શરૂ કરાય તેવી માંગ આ વિસ્તારના વાલીઓ અને ગ્રામજનો દ્વારા કરાય નહીં હોવાનું જાણવા મળેલ છે.