
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ અને IQAC કો.ઓર્ડીનેટર ડૉ.એમ.પી.શાહ, સાંસ્કૃતિક વિભાગ ડૉ.જે.પી.વૈષ્ણવ તેમજ સમગ્ર કોલેજ પરિવાર દ્વારા કવિ નર્મદ જન્મ જ્યંતિ તથા વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ તથા બુધકવિસભા ભરૂચના સંયુક્ત ઉપક્રમે કવિ સંમેલન યોજાયુ હતું.
આ કવિ સંમેલનમાં કવિઓએ વિવિધ રચનાઓ રજૂ કરીને પોતાની સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો. આ કવિ સંમેલનમાં હેતલબેન ચૌધરી, દક્ષાબેન આહિર, પ્રમોદભાઈ પંડ્યા, હેમાક્ષીબેન શાહ, રમેશભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ ચૌધરી, જતીનભાઈ પરમાર, કિરણબેન જોગીદાસ અને બ્રિજ પાઠક દ્વારા કવિતાઓનું પઠન કર્યું હતું.
આ પ્રસંગે નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, પ્રાથમિક શૈક્ષિક મહા સંઘના ભરૂચ જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો, કોલેજ પરિવાર, સાહિત્ય રસિકો અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આ કવિ સંમેલનને સફળ બનાવ્યું
હતું.



