સાયલા પોલીસે ધારાડુંગરીની સીમમાં થી દેશી દારૂ ઝડપી પાડ્યો.સાયલા પોલીસે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ધારાડુંગરી ની સીમમાં દેશી દારૂની ભટ્ટી પર રેડ કરી હતી.સાયલા પોલીસને મળી છે સફળતા મળી હતી.દેશી દારૂ નો જથ્થો ભેગો કરી અન્ય જગ્યાએ સપ્લાય કરવામાં આવતો હતો.સાયલા પોલીસે દેશી દારૂ, અખાદ્ય ગોળ તેમજ વાહન સહિત ૫,૯૯,૨૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં નવા એસ.પી ની નિમણૂક થતા તમામ તાલુકાની પોલીસ એક્શન મોડમાં આવી છે સાયલા પોલીસે ચાર ઈસમો વિરૂદ્ધ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે