BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા જીઆઇડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

ઝઘડિયા જીઆઇડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ચોરાયેલ સામાન અને ગુનાના કામે વપરાયેલ પીકઅપ ગાડી સહિત રૂપિયા ૬.૫૦ લાખના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી લીધા

 

 

ઝઘડિયા તા.૨૫ ઓગસ્ટ ‘૨૫

 

ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કેએલજે પેટ્રોપ્લાસ્ટ નામની કંપનીમાં ચોરીની ઘટના બનેલ તેમાં સંડોવાયેલ આરોપીઓને ઝઘડિયા જીઆઇડીસી પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા આપેલ સુચના અંતર્ગત ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક પીએસઆઇ પી.કે.રાઠોડે અ.હે.કો.હસમુખભાઇ અને ટીમ સાથે ઝઘડિયા જીઆઇડીસી ની કેએલજે કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલ માહિતીના આધારે પોલીસે સદર ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.ઝઘડિયા જીઆઇડીસી પોલીસે આ ગુના હેઠળ પાંચ આરોપીઓ; (૧) ઉગનકુમાર જીરાલાલ ચૌધરી રહે.અંકલેશ્વર મુળ રહે.બિહાર,(૨) કરણકુમાર ભુદન સાની હાલ રહે.દધેડા તા.ઝઘડિયા મુળ રહે.બિહાર, (૩) બિટ્ટુકુમાર અખીલેશ રામ હાલ રહે.દધેડા તા.ઝઘડિયા મુળ રહે.બિહાર, (૪) ગણેશકુમાર ભુસણ સાની હાલ રહે.દધેડા તા.ઝઘડિયા મુળ રહે.બિહાર તેમજ (૫) વિકાસ સંતરામ ગુપ્તા હાલ રહે. અંકલેશ્વર રાજપીપલા ચોકડી પાસે મુળ રહે. ઉત્તર પ્રદેશનાને ચોરાયેલ એલ્યુમિનિયમ રોલ નંગ એક તથા પતરા અને નાનીમોટી લોખંડની ગોળ પ્લેટ નંગ-૧૫ કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- તેમજ આ ગુનાના કામે વપરાયેલ બોલેરો પીકઅપ ગાડી આશરે કિંમત રૂપિયા ૫,૦૦૦૦૦ મળી કુલ રૂપિયા ૬,૫૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!