ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે અને આવનારી પેઢીને આધ્યાત્મિક વારસો પ્રાપ્ત થાય તે હેતુસર ભારત વિકાસ પરિષદ દ્વારા આજે કેશોદ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે બે અનોખી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે ઇકો-ફ્રેન્ડલી ગણેશ મેકિંગ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતાં. બાળકોને માત્ર એક કલાકનો સમય આપવામાં આવ્યો હતો, જેમાં તેમણે માટી, કાગળ અને પર્યાવરણને અનુકૂળ સામગ્રી વડે ગણપતિની આકર્ષક મૂર્તિઓ બનાવી. બાળકોની કલાત્મક પ્રતિભા સાથે સાથે તેમની ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કૃતિ પ્રત્યેનો ઉમળકો પ્રસંશનીય રહ્યો.બાદ સવારે 11 વાગ્યે લાડુ સ્પર્ધા યોજાઈ. પ્રથમ ગણપતિ બાપાને લાડુનું નિવેદ ધરાવવામાં આવ્યું બાદ ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ લાડુ ખાવાની સ્પર્ધા રાખવામાં આવી.પુરુષ વિભાગમાં સૌથી વધુ 12 લાડુ ખાવાનો રેકોર્ડ બન્યો.મહિલા વિભાગમાં સૌથી વધુ 6.5 લાડુ ખાવામાં આવ્યા.આ સ્પર્ધાનો મુખ્ય હેતુ પરંપરાગત પૌષ્ટિક ખોરાક ‘લાડુ’ને ઝફરી લોકપ્રિય બનાવવાનો હતો. દાતાશ્રીઓના સહયોગથી વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. છેલ્લા ત્રણ વર્ષથી આ સ્પર્ધાને સતત પ્રાયોજકતા મળતી આવી રહી છે. કાર્યક્રમની સફળતા બદલ દાતાશ્રીઓ, આયોજન સમિતિ તથા તમામ સ્પર્ધકોનો ભારત વિકાસ પરિષદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ