શ્રી હિંમત હાઇસ્કુલ હિંમતનગરમાં આરોગ્ય લક્ષી કાર્યક્રમ યોજાયો…

અહેવાલ:- પ્રતિક ભોઈ
શ્રી હિંમત હાઇસ્કુલ હિંમતનગરમાં આરોગ્ય લક્ષી કાર્યક્રમ યોજાયો…
Intensified IEC Campaign અંતર્ગત આજ રોજ તા.22.8.25 ને શુક્રવારે મા. જિલ્લા ક્ષય અધિકારી મહેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ દિશા યુનિટ સાબરકાંઠામાંથી ક્લિનિકલ સર્વિસ ઓફિસર શ્રી રાહુલ પટેલ દ્વારા હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં NSS વિભાગના સહકારથી એચઆઈવી એઇડ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.જેમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓને એચઆઈવી એઇડ્સ અંગેની બેઝિક માહિતી આપવામાં આવેલ હતી. જેમાં એચઆઇવી થવાના કારણો, એચઆઇવી અંગેની ગેરમાન્યતાઓ, એચઆઈવીથી બચવાના ઉપાયો ,એઆરટી દવાનું મહત્વ, જિલ્લામાં આવેલ HIV ટેસ્ટિંગ સેંટરની માહીતી,એચ.આઈ.વી. એઇડ્સ એક્ટ 2017 વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવેલ હતી અને વિદ્યાર્થીઓના મુંજવતા પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન આપવામાં આવેલ હતું . આ અવેરનેસ કાર્યક્રમમાં 200 થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા. જેમાં શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ, NSS પ્રોગ્રામ ઑફિસર ડો.ધવલ પટેલ, સીનીયર શિક્ષક શ્રી સી.આર.પટેલ હાજર રહેલા હતા. વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર માહિતી મેળવી.






